આ ઘટના એમ કહે છે કે લોકોએ મુશ્કેલીના સમયે કેવી રીતે રહેવું જોઈએ
એક વ્યક્તિ આઇસ ફેક્ટ્રીમાં કામ કરતો હતો. તે ખૂબ ઇમાનદાર હતો અને પોતાનું કામ મહેનત અને ઇમાનદારીથી કરતો હતો. ફેક્ટ્રીમાં કામ કરનારા દરેક કર્મચારી તેનાથી પ્રભાવિત હતા. તે વ્યક્તિ પણ બધા લોકો સાથે હળી-મળીને રહેતો હતો.
એક દિવસ જ્યારે તે વ્યક્તિ ફેક્ટ્રીમાં કામ કરી રહ્યો હતો ત્યારે ત્યાં કોઈ તકનીકી સમસ્યા આવી ગઈ, વ્યક્તિ તેને દૂર કરવામાં લાગી ગયો. કામ કરતા-કરતા તેને સમયનું ધ્યાન ન રહ્યુ. ઘરે જવાનો સમય થઈ ગયો હતો. ધીમે-ધીમે બધા કર્મચારી ઘરે જવા લાગ્યા પરંતુ તે વ્યક્તિ પોતાનું કામ ખતમ કરીને ઘરે જવા ઈચ્છતો હતો. જ્યાં સુધી તે પોતાનું કામ પૂરું કરતો બધા કર્મચારી ફેક્ટ્રીથી નીકળી ગયા હતા. સિક્યોરિટી ગાર્ડને લાગ્યુ કે બધા કર્મચારી ફેક્ટ્રીથી નીકળી ગયા છે. આવું વિચારીને તેણે ફેક્ટ્રીની લાઇટ બંધ કરી દીધી અને મેન ગેટ પણ બંધ કરી દીધો. જ્યારે તે વ્યક્તિ મેન ગેટ પર પહોંચ્યો તો તેને બંધ જોઈને સમજમાં આવી ગયું કે સિક્યોરિટી ગાર્ડે બહારથી બારણું બંધ કરી દીધું છે. હવે તેને રાત અહીં જ વીતાવવી પડશે.
ફેક્ટ્રીની અંદર લાઇટ અને હવા વિના રહેવું શક્ય નહોતું કારણ કે ત્યાં વધુ ઠંડક હતી. તે વ્યક્તિને લાગ્યું કે હવે તે અહીંથી જીવતો પાછો નહીં જઈ શકે કારણ કે સવાર સુધી તો તેનું મોત નક્કી છે. અત્યારે થોડાં કલાકો જ વીત્યા હતા અને તે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. ત્યારે તેણે જોયું કે એક વ્યક્તિ ટોર્ચ લઈને ફેક્ટ્રીની અંદર આવ્યો છે. તે બીજું કોઈ નહીં ફેક્ટ્રીનો સિક્યોરિટી ગાર્ડ હતો. ગાર્ડે તે વ્યક્તિને બહાર કાઢ્યો.
થોડી વાર પછી જ્યારે તે વ્યક્તિની સ્થિતિ વાત કરવા લાયક થઈ ત્યારે તેણે ગાર્ડને પૂછ્યું કે – તમને કેવી રીતે ખબર પડી કે હું અંદર છું. સિક્યોરિટી ગાર્ડે કહ્યુ – સર, આ ફેક્ટ્રીમાં ઘણા લોકો કામ કરે છે પરંતુ માત્ર તમે એક જ છો જે સવારે મને નમસ્કાર અને સાંજે જતી વખતે ફરી મળીશું કહો છો. આજે સવારે તમે ડ્યૂટી પર આવ્યા હતા પણ સાંજે બહાર ન આવ્યા એટલે મને શંકા થઈ અને હું જોવા આવી ગયો. તે વ્યક્તિએ સિક્યોરિટી ગાર્ડને પોતાનો જીવ બચાવવા માટે આભાર વ્યક્ત કર્યો અને પોતાના ઘરે જતા રહ્યા.
લાઇફ મેનેજમેન્ટ
બધા લોકો સાથે હળી-મળીને રહેવું જોઈએ. પછી તે હોદ્દામાં આપણાંથી નાનો જ કેમ ન હોય. કારણ કે ખરાબ સમય કોઈને કહીને નથી આવતો. આવા સમયમાં આપણને કોઈની પણ જરૂર પડી શકે છે. એટલે તમારો વ્યવહાર એવો રાખો કે કોઈ પણ વ્યક્તિ તમારી મદદ કરવા માટે કાયમ તૈયાર રહે.