એવું તો શું લખ્યું હતું માએ એ લેટરમાં કે દીકરો સ્તબ્ધ રહી ગયો, આ કિસ્સો દરેક વ્યક્તિ એ જાણવા જેવો છે
કોઈ શહેરમાં એક મહિલા પોતાના દીકરા સાથે રહેતી હતી. તે મહિલાની એક આંખ નહોતી એટલે તે જોવામાં સુંદર ન હતી. મહિલાના પતિનું એક એક્સિડેન્ટમાં મૃત્યુ થઈ ગયું હતું. મહિલા લોકોના ઘરોમાં નાના-મોટા કામ કરીને પોતાના દીકરાને ભણાવતી હતી. મહિલા પોતાના દીકરાને ખૂબ પ્રેમ કરતી હતી. એક દિવસ તેનો દીકરો તેનું લંચ બોક્સ ઘરે જ ભૂલી ગયો. માતા જ્યારે લંચ બોક્સ આપવા સ્કૂલ ગઈ તો બધા બાળકો તેમનો ચહેરો જોઈને હસવા લાગ્યા. આ વાત દીકરાને જરા પણ સારી ન લાગી અને તે પોતાના મિત્રો વચ્ચે શરમ મહેસુસ કરવા લાગ્યો.
સાંજે જ્યારે દીકરો ઘરે પાછો આવ્યો તો માતાને ખરી-ખોટી સંભળાવવા લાગ્યો. તેણે નક્કી કરી લીધું કે તે મોટો થઈને અહીંથી દૂર જતો રહેશે. છોકરો અભ્યાસમાં સારો હતો. સ્કૂલ પાસ કર્યા પછી જ્યારે તે કોલેજ પહોંચ્યો તો તેણે વિદેશ જવા માટે સ્કોલરશિપ મળી ગઈ.
છોકરો અભ્યાસ માટે વિદેશ જતો રહ્યો. અભ્યાસ ખતમ થયા પછી તેને ત્યાં નોકરી પણ મળી ગઈ. જલદી જ તેને ત્યાં લગ્ન પણ કરી લીધા અને આરામથી રહેવા લાગ્યો. તેના મનમાં ક્યારેય આ વાત ન આવી કે માતાનો શું હાલ છે. તેની માતા જ ક્યારેક-ક્યારેક તેને ફોન કરી લેતી હતી પરંતુ દીકરો તેની સાથે સીધી રીતે વાત કરવી પણ પસંદ નહોતો કરતો.
થોડાં દિવસ પછી દીકરાને ખબર પડી કે તેની માતાનું મૃત્યુ થઈ ગયું છે. માતાના અંતિમ સંસ્કાર કરવા તેણે દેશ આવવું પડ્યુ. માતાના અંતિમ સંસ્કાર કર્યા પછી જ્યારે તે ઘરે પહોંચ્યો તો તેને એક લેટર મળ્યો. તેમાં લખ્યું હતું – પ્રિય પુત્ર, મેં તારી ખૂબ રાહ જોઈ પરંતુ તું ન આવ્યો. હું જાણું છું તું મારા કારણે શરમ અનુભવ કરે છે. આજે હું તને એક એવી વાત જણાવી રહી છું, જે તું નથી જાણતો.
જ્યારે તું નાનો હતો ત્યારે તારા પિતાજી આપણને ફરવા લઈ ગયા હતા. ત્યારે એક એક્સિડેન્ટમાં તારા પિતાજીનું મોત થઈ ગયું અને તારી એક આંખની રોશની જતી રહી. તારી સામે આખું જીવન પડ્યું હતું એટલે મેં પોતાની એક આંખ તને દાન કરી દીધી અને માત્ર એક આંખથી આખું જીવન વીતાવ્યું. આ વાત વાંચીને દીકરાની આંખમાં આસુ આવી ગયા. તેની સામે માતાનો ચહેરો આવી ગયો પરંતુ હવે પોતાના વ્યવહાર ઉપર અફસોસ કરવા સિવાય તેની પાસે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો બચ્યો.
લાઇફ મેનેજમેન્ટ
માતા-પિતા જ્યારે વૃદ્ધ થઈ જાય છે તો કેટલાક લોકો તેમને ભાર સમજવા લાગે છે. તે ભૂલી જાય છે કે બાળપણમાં આ જ માતા-પિતાએ તેમને કેટલા પ્રેમથી ઉછેર્યા હતા. દરેક સંતાનની ફરજ હોય છે કે તે પોતાના માતા-પિતાનું સન્માન કરે અને તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..