વૃદ્ધ પિતાએ દીકરાના ખભા પર હાથ રાખીને પૂછ્યુ – દુનિયાનો સૌથી શક્તિશાળી વ્યક્તિ કોણ છે? દીકરાનો જવાબ સાંભળીને પિતાની આંખો છલકાઇ ગઈ
એક પિતાએ તેના દીકરાનો ખૂબ સારી રીતે ઉછેર કર્યો. તેને સારી રીતે અભ્યાસ કરાવ્યો અને એક સફળ વ્યક્તિ બનાવ્યો. તેના બળ પર દીકરો એક કંપનીમાં મોટો અધિકારી બની ગયો. હજારો લોકો તેના અંદર કામ કરવા લાગ્યા. એક દિવસ પિતાએ વિચાર્યુ કે દીકરાના ઓફિસ જઈને તેને મળું. જ્યારે પિતા તેની ઓફિસે પહોંચ્યા તો તેમણે જોયું કે દીકરો એક શાનદાર ઓફિસમાં બેઠો છે અને ઘણા લોકો તેના અંદર કામ કરી રહ્યા છે. આ જોઇને પિતાને ખૂબ ગર્વ થયો.
પિતા પોતાના દીકરાની ચેમ્બરમાં ગયા અને પાછળ જઇને તેના ખભા પર હાથ રાખીને ઊભા રહી ગયા. તેના પછી પિતાએ દીકરાને પૂછ્યુ – આ દુનિયાનો સૌથી શક્તિશાળી વ્યક્તિ કોણ છે? દીકરાએ પિતાને ખૂબ પ્રેમથી હસતા કહ્યુ – મારા સિવાય કોણ હોય શકે છે પિતાજી. પિતાને આ જવાબની આશા ન હતી, તેમને વિશ્વાસ હતો કે તેમનો દીકરો ગર્વથી કહેશે પિતાજી આ દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ તમે છો, જેમને મને આટલા યોગ્ય બનાવ્યો.
દીકરાનો જવાબ સાંભળતા પિતાની આંખો ભરાઈ ગઈ. તે ચેમ્બરનો ગેટને ખોલીને બહાર નીકળવા લાગ્યા. તેમણે એક વખત ફરી પાછા વળીને દીકરાને પૂછ્યુ – એક વખત ફરી કહે આ દુનિયાનો સૌથી શક્તિશાળી વ્યક્તિ કોણ છે? ત્યારે દીકરાએ જવાબ આપ્યો – પિતાજી તમે છો આ દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ. પિતા આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે કહ્યુ – અત્યારે તો તે સ્વયંને આ દુનિયાનો સૌથી શક્તિશાળી વ્યક્તિ કહ્યુ હતું, હવે તું મને કહે છે?
દીકરાએ હસીને તેમને સામે બેસાઠતા કહ્યુ – પિતાજી ત્યારે તમારો હાથ મારા ખભા પર હતો, જે પુત્રના ખભા પર પિતાનો હાથ હોય તે તો દુનિયાનો સૌથી શક્તિશાળી વ્યક્તિ જ હશેને. પુત્રની વાત સાંભળીને પિતાની આંખો ભરાઇ આવી, તેમણે પોતાના પુત્રને ટાઇટ હગ કરી લીધું. સાચું છે જેના ખભા પર અથવા માથા પર પિતાનો હાથ હોય છે તે આ દુનિયાનો સૌથી શક્તિશાળી વ્યક્તિ હોય છે.
લાઇફ મેનેજમેન્ટ
દરેક પિતા ઈચ્છે છે કે તે પોતાની સંતાનને સારામાં સારું શિક્ષણ પ્રદાન કરે જેથી તે ભવિષ્યમાં કંઈક બની શકે. બદલાતા સમયમાં જોવા મળે છે કે સક્ષમ થવા પર સંતાન જ પોતાના માતા-પિતા સાથે યોગ્ય વ્યવહાર નથી કરતી પરંતુ અપમાનિત પણ કરે છે. આપણે સમજવું પડશે કે એક દિવસ આપણે પણ વૃદ્ધ થઇશું, તે સમયે આપણી સંતાન પણ આપણી સાથે આવો જ વ્યવહાર કરશે ત્યારે આપણે શું કરીશું?