આપણે જેને પ્રેમ કરીએ છીએ, તેની સાથે લેવડ-દેવડનો હિસાબ નથી રાખતા, આ વાત ભક્તિમાં પણ ધ્યાન રાખો

પ્રાચીન સમયમાં એક ગામમાં રોજ સવારે એક ગોવાલણ દૂધ વેચવાનું કામ કરતી હતી. તે બધા લોકોને દૂધ સરખું માપીને આપતી હતી પરંતુ એક યુવકને દૂધ માપ્યા વિના જ આપી દેતી હતી. તે ગામમાં એક પ્રસિદ્ધ સંત પહોંચ્યા અને તેમણે પોતાનું રહેવાનું સ્થળ ગોવાલણના ઘરની સામે જ બનાવ્યુ.

– સંતનું ધ્યાન ગોવાલણની આ વાત પર ગયું કે બધાને માપીને દૂધ આપે છે, પરંતુ એક યુવકને માપ્યા વિના દૂધ આપે છે. સંતને સમજ નહોતુ આવી રહ્યુ કે તે ગોવાલણ આવું કેમ કરી રહી છે?

ગોવાલણ બધાને દૂધ માપીને આપી રહી હતી પરંતુ એક યુવક આવ્યો તો તેને માપ્યા વિના જ આપી દીધું દૂધ, આ બધુ એક સંત જોઇ રહ્યા હતા, તેમને સમજ ન આવ્યુ કે યુવતીએ આવું કેમ કર્યુ?

– સંતે ગામના લોકોને આ વાત પૂછી તો તેમણે જણાવ્યુ કે તે ગોવાલણ આ યુવકને પ્રેમ કરે છે અને તેના કારણે જ તેને દૂધ માપ્યા વિના આપે છે. ગોવાલણ તે યુવક પાસે લેવડ-દેવડનો હિસાબ પણ નહોતી રાખતી.

– જ્યારે સંતેને આ વાત ખબર પડી કે આ સામાન્ય ગોવાલણ જેને પ્રેમ કરે છે તેની સાથે લેવડ-દેવડનો હિસાબ નથી રાખતી, ત્યારે તેમણે વિચાર્યુ કે હું પણ મારા ભગવાનને ખૂબ પ્રેમ કરું છું તો તેમની ભક્તિમાં જાપની સંખ્યાનો હિસાબ કેમ રાખું છું. મારે પણ ભક્તિનો કોઈ હિસાબ ન રાખવો જોઈએ. તેના પછીથી સંતે મંત્ર જાપનો હિસાબ રાખવાનું બંધ કરી દીધુ.

કથાનો બોધપાઠ

આ કથાનો બોધપાઠ એ છે કે જ્યારે લોકો પ્રેમમાં કોઈ પણ રીતે લેવડ-દેવડનો હિસાબ નથી રાખતા તો ભક્તિમાં મંત્ર જાપ કેમ નિશ્ચિત સંખ્યા સુધી જ કરે છે, લોકો ભગવાનના કામ માટે આપેલા દાનનો હિસાબ રાખે છે. ભક્તિમાં પણ આપણે હિસાબ ન રાખવો જોઈએ ત્યારે ભગવાનની કૃપા મળી શકે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો