ભરૂચમાં કાળજું કંપાવનારી ઘટના, મૂકબધિર પુત્ર પોતાની માતાના અંતિમ સંસ્કાર માટે મૃતદેહને હાથગાડી પર મુકી 10 કિમી દૂર ભરૂચ પહોંચ્યો

ભરૂચમાં (Bharuch) એક એવી ઘટના સામે આવી છે, જે જોઈને કઠણ હદયના વ્યક્તિનું કાળજું પણ કંપી જાય. એક મૂકબધિર યુવાને (deaf and dumb) પોતાની માતાના અંતિમ સંસ્કાર (mother last ritual) કરવા સંઘર્ષ કરવો પડ્યો. જોકે, કરુણતા એ હતી કે, માતાના અંતિમ સંસ્કાર કરવા સાથે કોઈ નથી. મૂકબધિર હોવું આ યુવાન માટે સજા બની ગયુ હોય તેમ મદદ માગવી તો કોની અને કેવી રીતે? મૂકબધિર યુવાને છેવટે ભારે હૈયે માતાના મૃતદેહને નાના પૈડા સાથેના પાટીયા પર મૂક્યો અને પાટીયું ખેંચીને સ્મશાન તરફ જવા લાગ્યો. યુવાનની લાચારી જોઈને કેટલાક લોકો તેની મદદે આવ્યા અને મૃતદેહને સ્મશાન સુધી લઈ જવામાં અને અંતિમ સંસ્કાર કરવામાં તેની મદદ કરી.

દીકરો એકલા હાથે મૃતદેહને લઇ ગયો
આ અંગે મળતી માહિતી પ્રમાણે, અંકલેશ્વરના મૂકબધિર શ્રમજીવીએ એકલા હાથે જ માતાની અંતિમ યાત્રા કિલોમીટરો લઇ ગયો હતો. મૂકબધિર દીકરાએ પોતાની માતાના અંતિમ સંસ્કાર માટે મૃતદેહને જાહેર માર્ગ ઉપર એક દોરડાના સહારે પાટિયાની નાનકડી ગાડી ઉપર જાહેર માર્ગ ઉપરથી ખેંચીને લઇ ગયો હતો. આ જોઇને સ્મશાનમાં રહેલા લોકો પણ ભાવુક બની ગયા હતા. આવા દ્રશ્યો જોઇને તેઓની આંખો પણ ભીની થઇ ગઈ હતી.

માતા રવિવારે મૃત્યું પામી હતી
જન્મથી જ મૂકબધિર શ્રમજીવીની માતા રવિવારે મૃત્યુ પામી હતી. માતાનું મૃત્યુ થતા મૂંગા દીકરા માટે માતાના અંતિમ સંસ્કાર કસોટી સમાન બની ગયા હતા. આ પુત્ર જે પૈડાવાળી લારી પર માતાને બેસાડી ભીખ માંગતો હતો તે જ ગાડી પર મૃતક માતાને સુવડાવીને અંતિમ સંસ્કાર માટે લઇ ગયો હતો.

આખરે યુવાનો આવ્યા મદદે
કંઈ બોલી ન શકે કે, કોઈ ને કાંઈ કહી પણ ના શકે કેવી રીતે સમજાવે જેવા ઘણા પ્રશ્નો વચ્ચે છેલ્લે એ મૂકબધિર પુત્રએ એકલા હાથે લારી પર માને લઈને ભીખ માંગતો તે જ લારી પર એકલા હાથે લારી ખેંચી નર્મદા નદી નીચે આવેલ સ્મશાન સુધી લઈ જવા નીકળી પડ્યો હતો. બોરભાઠા ગામના યુવાનોની મદદથી માતાનો મૃતદેહ કોવિડ સ્મશાનમાં લવાયો હતો.

જયાં કોવિડ સ્મશાનના સંચાલકે તાત્કાલિક મૂકબધિર પુત્રની મદદ કરી હતી. લારી અને મૃતદેહને કોવિડ સ્મશાન ખાતે લઈ જઈ હિન્દુ શાસ્ત્ર પ્રમાણે હિન્દુ રિવાજ મુજબ સામગ્રી મંગાવી મૂંગા પુત્રના હાથે માતાની અગ્નિસંસ્કાર વિધિ કરાવી હતી. જોકે, અંતિમસંસ્કાર બાદ પુત્ર પોક મુકીને રળી પડ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો