વિદેશમાં થયેલા અપમાનનો આ 3 ભારતીયે આ રીતે લીધો બદલો, માફી માંગવા માટે મજબૂર થયા હતા અંગ્રેજ
ભારતીય જ્યારે વિદેશમાં જાય છે ત્યારે કેટલીક વખત તેમને વિદેશી ધરતી પર અપમાનનો સામનો કરવો પડે છે. જો કે તેમણે આ અપમાનનો બદલો કંઇક એવા અંદાજમાં લીધો કે અંગ્રજોને શરમમાં મૂકાવવું પડ્યું હતું અને તેમણે તેમની ભૂલનો સ્વીકાર કરવો પડ્યો હતો.
રતન ટાટા
વાત 19 વર્ષ પહેલાની એટલે કે 1999ની છે, જ્યારે ટાટા ગ્રૂપના રતન ટાટા અને તેમની ટીમને વિદેશમાં અપમાનનો સામનો કરવો પડ્યો હતો..આ ઘટના ત્યારે ઘટી જ્યારે રતન ટાટા તેના ઓટો બિઝનેસને વેચવા માટે ફ્રોર્ડની પાસે ગયા હતા. જો કે તેને 9 વર્ષ બાદ બદલો લેવાનો મોકો મળ્યો. ટાટા કંપનીએ અમેરિકાની મુખ્ય કંપની જગુઆર અને લેન્ડ રોવરને ખરીદી લીઘી. મહત્વની વાત તો એ છે કે, આ કંપનીએ તે માટે ટાટા ગ્રૂપનો અહેસાન પણ માન્યું. ટાટા ગ્રૂપના એક અન્ય અધિકારી પ્રવીણ ફાડલેએ વર્ષ 2014માં આયોજીત આ કાર્યક્રમમાં રતન ટાટા સાથે થયેલ અપમાનનો કિસ્સો સંભળાવ્યો હતો.
રૂબેન સિંહ( AlldayPAના સીઈઓ)
લંડનના એક સીખ અરબપતિએ અંગ્રજોએ કરેલા અપમાનનો બદલો અનોખા અંદાજમાં લીધો હતો. AlldayPAના સીઇએ રૂબેન સિંહે યૂકેમાં તેમની રોલ્સ રોયસને પાઘડીના અલગ-અલગ રંગની સાથે મેચ કરતા એક ચેલેન્જ જીતીને દેખાડી અને તેની આ ચેલેન્જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. તેમણે ટિવટર પર જણાવ્યું કે તે અંગ્રેજોએ આપેલી ચેલેન્જને કેવી રીતે પુરી કરી હતી.
શું છે સમગ્ર ઘટના
નોંધનિય છે કે અહી રૂબેન સિંહની પાઘડીને એક અંગ્રેજે બેન્ડેજ કહી અને તેની પાઘડીનું અપમાન કરવાની કોશિશ કરી. રૂબેને ટ્વિટર પર લખ્યું કે, કોઇ અંગ્રેજે મારી પાઘડીને બેન્ડેજ કહ્યું હતું. જો કે પાઘડી મારી ઓળખ અને ગર્વ છે. આ મામલે અપમાનનો જવાબ આપતાં રૂબેને કહ્યું કે તે તેના પાઘડીના રંગને તેમની રોલ્સ રોયસ કાર સાથે મેચ કરે અને તે પણ આખું વીક, અંગ્રેજોએ શરત લગાવી હતી કે, રૂબેન તેની પાઘડીને તેના કારના રંગ સાથે મેચ નથી કરી શકતા. રૂબેનને અંગ્રેજને પણ તેમની કારને ટર્બન સાથે મેચ કરવાની ચેલેન્જ આપીને તેને હરાવી દીધા. આ અંગ્રેજને જડબાતોડ જવાબ આપ્યો.
અલવરના રાજા જયસિંહ
અલવરના રાજાએ રોલ્સ રોયસ કંપની તરફથી મળેલા અપમાનનો બદલો કંઇક આવી રીતે લીઘો હતો. તેમણ રોલ્સ રોયસ કંપની ગાડી નગરપાલિકાને સોંપી અને તે ગાડીનો ઉપયોગ કચરો ભરવા માટે કર્યો. જ્યારે આ વાત વાયરલ થઇ તો વિશ્વની નંબર વન કારની સાખ માટીમાં મળી ગઈ અને તેના ભાવ ઉતરવા લાગ્યા. તેની ખરીદી પણ ઘટી ગઈ. માલિકની આવક પર ઓછી થઈ ગઇ.
કંપનીને માંગવી પડી માફી
આ ઘટના બાદ કંપનીએ ભારતમાં અલવર રાજાને ટેલિગ્રામથી માફી મોકલી અને વિનંતી કરી કે રોયસ કંપનીની કારનો ઉપયોગ કચરો ઉઠાવવા માટે ન કરવામાં આવે. કંપનીએ રાજાએ 6 કાર ભેટમાં પણ આપી. આ ઘટના બાદ રાજાએ તેની કારનો ઉપયોગ કચરા માટે બંઘ કર્યો.
શું હતી ઘટના
એક દિવસ લંડન ભ્રમણ દરમિયાન અલવરના રાજા જયસિંહ સીદે સાદા કપડાંમાં લંડનની શેરીઓમાં ફરી રહ્યાં હતા. આ દરમિયાન તેમની નજર રોયસ રોલ્સ કારના શો રૂમ પર પડી. કાર તેને જોવામાં આકર્ષક લાગી. તે કારની કિંમત પૂછવા માટે શો રૂમમમાં ગયા. સેલ્સમેને તેને સામાન્ય ભારતીયની જેમ જ અપમાનિત કરીને ભગાડી દીધા હતા. અપમાન બાદ રાજા જયસિંહ તેની હોટેલમાં આવ્યા અને તેમણે નોકરને કહ્યું કે શો રૂમના માલિકને ફોન કરીને જણાવ કે અલવરના રાજા તેમની કાર ખરીદવા ઇચ્છે છે. થોડા સમય બાદ રાજા જયસિંહ ફરીવાર શો રૂમમાં રાજસી ઠાઠ સાથે ગયા. આ વખતે તેના પહોંચતા પહેલા રેડ કારપેટ બિછાવી દેવામાં આવી હતી. તેમજ બધા જ સેલ્સમેન ઝૂકી-ઝૂકીને અભિવાદન કરવા લાગ્યા. રાજાએ શો રૂમમાં હતી તેટલી 6 કાર ખરીદી લીધી. ભારત આવીને આ કારનો ઉપયોગ કચરો ભરવા માટે કરવા નગરપાલિકાને સોંપી દીધી જેના કારણે બજારમાં આ કંપનીની કારની વેલ્યૂ ડાઉન થવા લાગી આ રીતે એક ભારતીય રાજાએ અંગ્રેજના અપમાનનો બદલો લીધો હતો.