ઘરમાં કોઈને પણ પેટમાં દુખાવો થાય તો કરી લો આ 3 ઉપાય, તરત જ મટી જશે
ખરાબ ડાયટ અને અસ્તવ્યસ્ત લાઈફસ્ટાઈલને કારણે ઘણાં લોકોને પેટમાં દુખાવાની સમસ્યા થઈ જાય છે. ઘણી વખત પેટનો દુખાવો એટલો વધી જાય છે કે ડોક્ટરને બતાવવા જવું પડે છે. કબજિયાત, પેટમાં ગેસ, અપચાને કારણે પણ પેટમાં દર્દ થતું હોય છે. પણ કેટલીક વસ્તુઓ એવી છે જે પેટ દર્દમાં રામબાણ દવાનું કામ કરે છે. તો ચાલો જાણી લો પેટ દર્દમાં બધાંને કામ લાગે એવા બેસ્ટ નુસખાઓ.
આદુ
આદુ ગુણોનો ખજાનો છે. આદુમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીઈન્ફ્લામેટરી ગુણ હોય છે. જેથી જો તમારી પેટ ખરાબ હોય કે પેટમાં દુખાવો રહેતો હોય તો આદુ ઔષધીનું કામ કરે છે. તમે જમ્યા પહેલાં એક ટુકડો આદુ ખાઈ શકો છો અથવા તો પેટમાં દુખે ત્યારે આદુના રસમાં મધ મિક્સ કરીને પીવાથી પણ ફાયદો થાય છે.
હીંગ
હીંગ પાચન માટે વરદાન છે. હીંગમાં વિટામિન, કેલ્શિયમ, આયર્ન, એન્ટીઈન્ફ્લામેટરી, એન્ટીવાયરલ ગુણ હોય છે. તે ઘણી બીમારીઓથી પણ બચાવવામાં મદદ કરે છે. હીંગના આયુર્વેદમાં ઔષધી માનવામાં આવે છે. પેટમાં દર્દ, ગેસ કે અપચો થાય તો પેટ પર હીંગનો લેપ કરો અથવા તો એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી હીંગ મિક્સ કરીને પી લો.
વરિયાળી
પેટના રોગો માટે વરિયાળી બેસ્ટ માનવામાં આવે છે. એટલે જમીને મુખવાસમાં વરિયાળી ખાવામાં આવે છે. વરિયાળી પેટ દર્દ, પેટમાં ગેસ, પેટમાં બળતરા, પેટમાં સોજાની સમસ્યાને ખતમ કરે છે. તમે વરિયાળીની ચા બનાવીને પી શકો છો. પેટ દુખે ત્યારે એક કપ પાણીમાં એક ચમચી વરિયાળી ઉકાળીને પી લો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..