ડાયાબિટીસના દર્દીઓ ખાંડની જગ્યાએ આ ઔષધીનો ઉપયોગ કરી શકે છે, કેન્સર થતા પણ અટકાવે છે જડી-બૂટી, જાણો અને શેર કરો

સ્ટેવિયા એક હર્બ એટલે ઐષધી છે. તે ખાંડની જેમ મીઠી હોય છે. તેને મીઠી તુલસી પણ કહેવામાં આવે છે. તેના પાન તુલસીના પાંદડા જેવા દેખાય છે. તેને તમે સરળતાથી તમારા ઘરે ઉગાડી શકો છો. આ ઔષધિ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં નજીવી કેલરી હોય છે. તમે ખાંડને બદલે સ્ટેવિયાનો ઉપયોગ કરી શકો છો. તમે તેને તમારી ચા અથવા કોફી, લીંબુનું શરબત, સોડામાં ઉમેરી શકો છો અથવા તેને તમારા દહીંમાં મિશ્ર કરી શકો છો.

ચા અને કોફીને મીઠી બનાવવા માટે લોકો સ્ટેવિયાના સૂખા પાંદડાનો ઉપયોગ કરે છે. સ્ટેવિયાના પાંદડામાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે. તેમા આયરન, પ્રોટીન, ફાઇબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, વિટામિન એ, સી જેવા પોષક તત્વ ભરપૂર માત્રામાં હોય છે. આ તમામ પોષક તત્વ આપણા સ્વાસ્થ્ય માટે લાભકારક હોય છે. તેના અન્ય સ્વાસ્થ્ય લાભ પણ છે. ચાલો તેના લાભ વિશે જાણીએ.

ડાયબિટીસના રોગ માટે ફાયદાકારક
સ્ટેવિયામાં નજીવી કેલરી હોય છે. એક રિસર્ચ મુજબ સ્ટેવિયાનું સેવનથી ઇન્સ્યુલિનની માત્રા પર પણ કોઇ પ્રકારની અસર નથી થતી. તેથી વ્યંજનોમાં પણ ડાયબિટીસના રોગી આ પાંદડાનો ઉપયોગ કરી શકો છો. સ્ટેવિયા શુગર લેવલને કન્ટ્રોલ કરવામાં પણ મદદ કરી શકે છે.

કેન્સરને અટકાવવા માટે સ્ટેવિયા
આ ઔષધીમાં શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ હોય છે. તે તેને એક શક્તિશાળી કેન્સર વિરોધી ફૂડ બનાવે છે. સ્ટેવિડામાં કેમ્પફેરોલ નામના એન્ટીઓક્સીડન્ટ હોય છે. તે કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. તે ખાસ કરીને સ્વાદુપિંડનું કેન્સર રોકવામાં ઉપયોગી છે.

સ્ટેવિયા વજન જાડવવામાં મદદ કરી શકે છે
મીઠી હોવા છતાં સ્ટેવિયામાં કેલરી ખૂબ ઓછી હોય છે. વજન વધવાની ચિંતા કર્યા વગર તમે તેને તમારી મીઠાઈઓ અને કૂકીઝમાં સામેલ કરી શકો છો. તમે તેને બાળકોના આહારમાં સામેલ કરી શકો છો. જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ, તો તમે ખાંડથી સ્ટેવિયા તરફ રૂખ કરી શકો છો.

બ્લડ પ્રેશરના સ્તરને ઘટાડી શકે છે
સ્ટેવિયામાં ગ્લાયકોસાઇડ્સ હોય છે જે શરીરમાંથી વધારાનું સોડિયમ દૂર કરવામાં મદદ કરે છે. તે બ્લડ પ્રેશરનું સ્તર સ્થિર રાખવામાં મદદ કરે છે. તે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા હૃદયના રોગોનું જોખમ ઘટાડે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો