વડોદરામાં સ્ટર્લિંગ હોસ્પિટલની લૂંટનો ભોગ બની મા, કોરોનાથી મોત પામેલા દર્દીના 27 લાખથી વધુ વસૂલ્યા, માતાએ પૈસા અને પુત્ર બંને ગુમાવ્યા
વડોદરાના સ્ટર્લીંગ હોસ્પિટલ ફરી વિવાદોમાં આવી છે. જેમા હોસ્પિટલે એક પરિવાર પાસેથી લાખો રૂપિયાની લૂંટ કરી જેના કારણે પરિવાર દેવામાં ગરકાવ થઈ ગયો છે. જેથી પરિવારે તેમના રૂપિયા પરત માગ્યા છે.
વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલ થોડાક દિવસ પહેલા વિવાદોમાં આવી હતી. ત્યારે વધુંમાં ફરી આ હોસ્પિટલ વિવાદોમાં આવી છે. જેમા હોસ્પિટલની ઉઘાડી લૂંટનો મામલો સામે આવ્યો છે. વડોદરામાં રહેતો એક પરિવાર હોસ્પિટલની લૂંટનો ભોગ બન્યો છે. જેમા પરિવારે હોસ્પિટલમાં 3 સભ્યોની સારવાર કરાવી તો તેમને 25 લાખનું દેવું થઈ ગયું.
પરિવારના એક સભ્ય હિતેનભાઈ મહેતાને કોરોના થયા બાદ દાખલ કરવામાં આવ્યા હતા. જેમા 29 દિવસની સારવારમાં પરિવાર પાસેથી 27 લાખ 52 હજારનું બીલ લેવામાં આવ્યું હતું જોકે કોરોનાને કારણે હિતેનભાઈનું તો અવસાન થયું હતું.
પત્ની અને પુત્રીની સારાવારના પણ લાખો વસૂલ્યા
આપને જાણીને નવાઈ લાગશે કે હિતેનભાઈની પત્નીને પણ કોરોના થયો હતો ત્યારે હોસ્પિટલો તેમની 7 દિવસની સારવાર કરી તો પણ 2 લાખ 17 હજાર રૂપિયા વસૂલ્યા હતા. જ્યારે તેમને દિકરીની પણ કોરોનાની સારવાર કરવામાં આવી હતી. જેમા તેમની દિકરીના પણ 8 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા.
હોસ્પિટલ સામે કુલ 11 દર્દીઓ પાસેથી 1.34 કરોડ રૂપિયા વસૂલવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે હિતેનભાઈના માતા વસંતીબેનન આંખમાં આસુ આવી ગયા હતા. કારણકે લાખો રૂપિયા ખર્ચ્યા બાદ પણ હિરેનભાઈનું મૃત્યું છયું હતું. સમગ્ર મામલે વસંદીબેને કહ્યું કે હોસ્પિટલે તેમને દેવાદાર બનાવી દીધી છે. જેથી જે પણ ખોટા રૂપિયા લેવામાં આવ્યા છે. તે રૂપિયા હોસ્પિટલ પરત આપે તેવી તેમણે માગ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..