જો તમને સતત ખાંસી આવતી હોય તો કરો બાફેલી નારંગીનો આ ઉપાય, ખાંસીની સમસ્યાનો જડમૂળથી કરશે નિકાલ
આ કોરોના કાળમાં જો સામાન્ય શરદી ઉધરસ થઇ જાય તો પણ ટેન્શન થઇ જાય છે એવામાં જો આ ડબલ સિઝનમાં સૂકી ખાંસીની સમસ્યા મોટા ભાગના લોકો માટે વિકરાળ સમસ્યા બની જાય છે. ગળામાં દુખાવો, સતત ખાંસી, કફની આ સમસ્યા અનેક લોકો માટે શરદીની મજા બગાડે છે. વળી સતત ખાંસી ખાવાથી શરીરને પણ ભારે નુક્શાન થાય છે. વળી વધુ ખાંસીથી ગળ પણ છોલાય છે. ધણીવાર કેટલાક રોગીઓને રાત્રે જ ખાંસી આવી છે. જેના કારણે તેમની રાતની ઊંઘ પણ પૂરી નથી થતી. સતત ખાંસી તમે ઓછું બોલતા થઇ જાય છે. તમારા સ્વભાવ પણ ચીડિયો થઇ જાય છે. આ ડબલ સિઝનમાં ખાસીની આ સમસ્યાનું નિરાકરણ માટે તમે નારંગીનો આ ઉપાય તમને ચોક્કસથી રાહત આપશે.
ચોક્કસથી વધુ ખાંસી થતા તમારે ડોક્ટરની સલાહ લેવી જ જોઇએ. પણ શરૂઆતી સમસ્યામાં જો તમે આ ઘરેલુ ઉપચાર અપનાવા માંગતો હોવ તો આ અંગે વિગતવાર વાંચો. આ ઉપાયથી ખાંસીની સમસ્યા જલ્દી જ દૂર થવાની સંભાવના રહેલી છે. તો શિયાળાની ખાંસીમાં ઘરેલું ઉપચાર માટે બાફેલી નારંગીના આ ઉપચાર માટે સૌથી પહેલા કરો આટલું.
ઉલ્લેખનીય છે કે નારંગીમાં વિટામિન સી મોટી માત્રામાં હોય છે. વળી નારંગીમાં પેક્ટિન નામનું એન્ટીઓક્સીડેંટ પણ હોય છે. જે શરીરમાં કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. ત્યારે બાફેલી નારંગી માટે સૌથી પહેલા એક વાટકીમાં થોડું પાણી અને મીઠું લઇ તેને મિક્સ કરો અને આ પાણીમાં નારંગીને છોતરા સાથે જ અડધો કલાક સુધી મૂકી રાખો.
નારંગીને વધુ તાપમાનમાં ગરમ કરવાથી તેમાં રહેલા વિટામિન સીની માત્રા ઓછી થઇ જાય છે. અને સંતરામાં હાજર એલ્બિડો ખાંસીને ઠીક કરવામાં મદદ કરે છે. આ રીતે નારંગીને બાફવાથી બાયોફ્લોવૉનોઇડ સંતરાથી પલ્પમાં જાય છે. અને તે ખાંસી પેદા કરતા બેક્ટેરિયાનો નાશ કરે છે.
તે પછી નારંગીને પાણીમાંથી નીકાળો. તેના ઉપરનો ભાગ ટોપીની જેમ કાપી લો. તે ઉપરના ભાગમાં અનેક કાંણા પાડો. એટલે તેની પર મીઠું નાંખો અને કાપેલા ભાગને ઢાંકી તેની સ્ટીમ કરો. આ પછી નારંગીને 10 થી 20 મિનિટ સ્ટીમ કરો અને તેના પ્લપને ગરમ ગરમ જ ખાઇ લો.
નોંધ : આ લેખમાં જે જાણકારી અપાઇ છે તે સર્વ સામાન્ય છે અને અમે તેની પૃષ્ઠી કરતા નથી. આનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત જાણકારને સંપર્ક કરો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..