સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાની હત્યા, લીફ્ટની બાબતમાં યુવકે કર્યો હતો જીવલેણ હુમલો
સુરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સુરતના રાંદેરમાં રહેતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાની હત્યા કરી દેવામાં આવી છે. સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા મહેશભાઈ કાંતિલાલ સંઘવીની હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે. મહેશભાઈ હર્ષ સંઘવીના કૌટુંબિક કાકા છે.
મળતી માહિતી મુજબ, તેમના એપાર્ટમેન્ટમાં જ તેમની હત્યા કરવામાં આવી છે. એપાર્ટમેન્ટમાં લીફ્ટમાં નીચે જવાની બાબતમાં પાડોશી સાથે તેમની રકઝક થઇ હતી. જોકે, મામલાએ એટલું ગંભીર સ્વરૂપ ધારણ કર્યું કે ઉશ્કેરાયેલા પાડોશીએ મહેશ સંઘવી પર હુમલો કરી દીધો હતો. પાડોશીના જીવલેણ હુમલામાં મહેશભાઈ સંઘવી ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્ત મહેશ સંઘવીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
મૃતક મહેશ સંઘવીના દીકરા પ્રિતેશ સંઘવીએ જણાવ્યું હતું કે મહેશભાઈ શાંતિલાલ સંઘવી (ઉ.વ. 63) ડાયમંડના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને હાલ નિવૃત્તિનું જીવન ગાળી રહ્યા હતા. ઘટના શનિવાર સાંજની છે. સાડા ચાર વાગ્યાના અરસામાં પિતા દીકરી ફોરમ સાથે ખરીદી કરવા નીકળ્યા હતા. પરત, ફરતા લિફ્ટમાં ઉપર આવી રહ્યા હતા. ત્યારે બોની કમલેશ મહેતા નામના ઈસમ યુવાન સાથે કોઈ વાત ઉપર બોલાચાલી થતા વાત ઝઘડા સુધી પહોંચી હતી. જેમાં મહેશભાઈને નાકના ભાગે મુક્કો મારતા લોહીલુહાણ થઈ ગયા હતા.
છેલ્લે મળતી માહિતી મુજબ, 64 વર્ષીય મહેશભાઈ સંઘવીની હત્યા થયાની માહિતી મળતા રાંદેર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..