જ્યારે અભિનંદન માટે આખો દેશ જશ્ન મનાવી રહ્યો હતો, ત્યારે આ શહીદોની થઈ રહી હતી અંતિમ વિદાઈ

શુક્રવારે જે સમયે આખો દેશ વિંગ કમાન્ડર અભિનંદનની રાહમાં હતો તેજ સમયે દેશ સેવા કરતા પોતાનો જીવ આપનાર અમુક સૌનિકોને અંતિમ વિદાય પણ આપવામાં આવી રહી હતી. શહીદના અંતિમ સંસ્કાર વખતે પાડવામાં આવેલી એક ઈમોશનલ તસ્વીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા યૂઝર્સએ લખ્યું છે કે આ શહીદોને ન ભુલવા જોઈએ.

જ્યાં કાલે હજારોની સંખ્યામાં લોકો અભિનંદનની રાહ જોઈ રહ્યા હતા ત્યાં બીજી તરફ ચંડીગઢમાં વાયુસેનાના સ્ક્વાડ્રન લીડર સિદ્ધાર્થ વશિષ્ઠના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા. તે સમયે તેમના પત્ની આરતી વર્દીમાં હતા અને ખૂબ ઈમોશનલ થઈ ગઈ હતી. આરતી પોતે પણ વાયુસેનામાં સ્ક્વાડ્રન લીડર છે.

જમ્મુ-કાશ્મીરના વડગાવમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં પાયલટ અને ચાર અન્ય વાયુસેના ઓફિસરોની મોત થઈ ગઈ હતી. તેમાં સિદ્ધાર્થ વશિષ્ઠ પણ શામેલ હતા. ત્યાં જ આ ઘટનામાં શહીદ થયેલા 33 વર્ષના પાયલટ નિનાદ મંડાવગનેનું અંતિમ સંસ્કાર પણ શુક્રવારે જ નાસિકમાં થયું હતું.

આ વાયુસૌનિકનું અંતિમ સંસ્કાર મિલેટ્રી સમ્માનની સાથે કરવામાં આવ્યું. ત્યાં આ ઘટનામાં શહીદ થયેલા સાર્જેંટ વિક્રાંત સેહરાવતના અંતિમ સંસ્કાર હરિયાણાના ઈજ્જર જિલ્લાના બધાની ગામમાં કરવામાં આવ્યું. હરિયાણા સરકારે મૃતકના પરિવારને 50 લાખ રૂપિયાની અને પરિવારના એક સદસ્યને સરકારી નોકરી આપવાની વાત કરી છે.

સિદ્ધાર્થ વશિષ્ઠનું પાર્થિવ શરીર ગુરુવારે વિમાનથી ચંડીગઢ વાયુસેના સ્ટેશન લાવવામાં આવ્યા હતા. તેમના પાર્થિવ શરીરને વાયુસેના વાહનથી સેક્ટર 44 સ્થિત તેમના આવાસથી સ્મશાન લાવવામાં આવ્યું.

વશિષ્ઠની પત્ની સ્ક્વાડ્રન લીડર આરતીએ વર્ધી પહેરીને અંતિમ સંસ્કાર પહેલા પોતાના પતિને શ્રદ્ધાંજલી આપી. સિદ્ધાર્થ વશિષ્ઠના પિતાએ તેમને મુખાગ્નિ આપી.

વાયુસેનાના અધિકારીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચેલા બળ અને નાગરિક પ્રશાસકના અધિકારીઓ અને સામાન્ય લોકોની હાજરીમાં વશિષ્ઠને બંધૂકની સલામી આપવામાં આવી. ચંડીગઢ ભાજપ અધ્યક્ષ સંજય ટંડન અને હરિયાણાના મંત્રી નાયબ સૈની પણ હાજર હતા.

વશિષ્ઠ અને તેના પરિવારની પાછલી ત્રણ પેઢીઓએ સશસ્ત્ર બળો માટે સેવા આપી છે. તે 2010માં વાયુસેનામાં શામેલ થયા અને ગયા મહીને કેરલામાં આવેલા પુર સમયે બચાવ અભિયાનમાં તેમની ભુમિકાને સમ્માનિત કરવામાં આવ્યા હતા.

જમ્મુ કાશ્મીરના બડગામ જિલ્લામાં બુધવારે વાયુસેનાના હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. હાદસામાં એક સ્થાનિકનું પણ મોત થયું હતું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો