સ્વાદમાં તીખો અને કડવો સરગવો અનેક રોગોનો વિનાશક છે, તેના ઔષધીય ઉપયોગ અને ફાયદાઓ વિશે જાણો અને શેર કરો

આયુર્વેદમાં ‘સરગવા’ને ‘શોભાંજન’ કહે છે. શોભાંજન શબ્દનો અર્થ થાય શોભાને વ્યક્ત કરનાર. સરગવાનાં પુષ્પિત વૃક્ષો એકવાર જેમણે જોયાં હશે તે તેની શોભાનાં જરૂર વખાણ કરશે. સફેદ-રાતી છાંય લેતાં ફૂલો, મોટી લટકતી શિંગો અને અતિભક્ત થયેલાં એનાં પલ્લવો-આ બધાને લઈને આ વૃક્ષો શોભામાં વૃદ્ધિ કરનાર છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ગુણકર્મો

આશરે 15થી 30 ફૂટ ઊંચાં સરગવાનાં વૃક્ષો ભારતમાં સર્વત્ર થાય છે. ફૂલોના રંગ પરથી એની સફેદ, કાળી અને લાલ એમ ત્રણ જાત જોવા મળે છે. ઉપરાંત કડવો અને મીઠો એમ બે જાતનો સરગવો પણ પ્રસિદ્ધ છે. ગુણોની દૃષ્ટિએ લગભગ બધી જ જાત સરખી છે.

આયુર્વેદ પ્રમાણે સરગવો સ્વાદમાં તીખો અને કડવો, ગરમ, રુચિકર્તા, પચવામાં હળવો, જઠરાગ્નિવર્ધક, પાચક, મળને સરકાવનાર, હૃદય માટે હિતકર, પિત્તવર્ધક છે. તે કફ, વાયુ આમ, કૃમિ, ખંજવાળ, સોજો, બરોળ, કોઢ, ક્ષય, મેદોરોગ અને નેત્રરોગોનો નાશ કરનાર છે. તેની શિંગો તૂરી, મધુર, જઠરાગ્નિવર્ધક તથા કફ, પિત્ત, શૂળ, શ્વાસ, તાવ અને કોઢનો નાશ કરનાર છે.

રાસાયણિક દૃષ્ટિએ સરગવાનાં મૂળની છાલમાં એક ‘મોરિંગિન’નામનું ક્ષારીય તત્ત્વ તથા મૂળમાં ‘ટેરિગોર્સ્પિમન’ નામનું એન્ટિબાયોટિક તત્વ રહેલું છે. આ એન્ટિબાયોટિક તત્ત્વ અનેક જીવાણુઓની વૃદ્ધિને અટકાવવામાં ઘણું મહત્ત્વનું છે. સરગવાનાં પાનના રસમાં પણ જીવાણુનાશક શક્તિ રહેલી છે. સરગવો ખાવાથી પ્રસુતિ વખતે થતા દુઃખાવામાં આરામ મળે છે. પ્રેગનેન્સી દરમિયાન સરગવો ખાવાથી લોહીની ઉણપ નથી સર્જાતી. સગર્ભાવસ્થામાં ઉબકા, મોર્નિંગ સીકનેસ અને પ્રસવમાં થતી મુશ્કેલીઓ સરગવા ખાઈને ઓછી કરી શકાય છે.

ઉપયોગો

તમામ જાતના સોજાઓ ઉપર સરગવાની તુલનામાં બીજું એકેય ઔષધ આવી શકે તેમ નથી. ન્યૂમોનિયા, પડખાનો દુખાવો, સાંધા-સંધિવાનો દુખાવો વગેરેમાં સરગવાનાં થડની છાલને પથ્થર ઉપર પાણી સાથે ઘસીને, તેમાં થોડો સરકો મેળવીને લેપ કરવાથી સોજો ઊતરે છે અને દુખાવો મટે છે. સરગવાનું ઝાડ નાનું હોય તો તેનાં મૂળનો અને ઝાડ મોટું હોય તો તેના થડની છાલનો ઉપયોગ કરવો જોઈએ.

સરગવો દમના રોગીઓ માટે આશીર્વાદસમાન છે. દમના રોગીઓ અને જેમને કફ પુષ્કળ પડતો હોય તેમણે સરગવાની છાલનો ઉકાળો રોજ પીવો જોઈએ. બે ચમચી જેટલા છાલના ભુક્કાનો ઉકાળો કરીને સવાર-સાંજ પીવાથી કફ જલદી છૂટે છે. મળ-મૂત્ર પણ સાફ આવે છે અને દમમાં ઘણી રાહત થાય છે. હૃદયના રોગોને લીધે જો લીવર વધી ગયું હોય તો, એ સમયે પણ સરગવાના ઉપયોગથી હૃદય-લીવર બંનેને ફાયદો થાય છે. હૃદયના પડના સોજા (પેરિકાર્ડાઈટીસ)માં પણ સરગવો ઉત્તમ પરિણામ આપે છે.

કાનમાં દુખાવો થતો હોય, ચસકા આવતા હોય તો સરગવાનાં મૂળનો ઘસારો કરી કાનમાં તેનાં ટીપાં પાડવાથી અથવા સરગવાનાં પાનના રસમાં થોડું સિંધાલૂણ મેળવી એનાં ટીપાં મૂકવાથી સારો ફાયદો થાય છે. ઉપર જણાવ્યું તેમ સરગવાનાં મૂળ અને પાનમાં જીવાણુનાશક તત્ત્વ રહેલું છે. એટલે કાન પાકતો હોય તો તેમાં પણ સરગવાનો ઉપયોગ કરી શકાય છે.

લીવરની જેમ બરોળ-સ્પ્લિન વધી ગઈ હોય તો તેમાં પણ સરગવો બીજાં ઔષધોની સાથે આપી શકાય છે. શરદી, કફ, સળેખમ, દમ વગેરેમાં સરગવાનાં મૂળનો ઉકાળો પીવાથી અને તેના ઘસારાનાં ટીપાં નાકમાં મૂકવાથી ઘટે છે. નાકમાં ટીપાં મૂકવાથી માથાનો દુખાવો, આધાશીશી વગેરે પણ મટે છે.

સરગવો એ આપણું ઉત્તમ વૃક્ષ છે. એનો વિસ્તાર કરવા જેવો છે. દરેક વાડામાં, બાગબગીચાઓમાં, હોસ્પિટલોમાં સરગવાનાં વૃક્ષોને ઉછેરવાં જોઈએ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો