અમરેલી જિલ્લામાં SP નિર્લિપ્ત રાયે ડ્રોન કેમેરાની મદદથી દારુની ભઠ્ઠીઓ પકડી પાડી, DGPએ પણ તેમની કામગીરીના કર્યા વખાણ

રાજ્યમાં દારૂબંધીના કાયદાનો અમલ ચૂસ્તપણે કરવામાં આવતો હોવાની વાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. પણ અવાર નવાર દારુબંધીના નિયમોના ધજાગરા થતા હોવાના કિસ્સાઓ સામે આવે છે. ઘણી વખત તો પોલીસની મિલીભગતથી જ બુટલેગરો દારુનું વેચાણ કરતા હોવાના કિસ્સાઓ સામે આવે છે. ત્યારે અમરેલી જિલ્લાના SP નિર્લિપ્ત રાયની નિમણૂક થયા બાદ અસામાજિક તત્ત્વો અને માફિયાઓમાં પણ પોલીસનો ડર જાગ્યો છે. ત્યારે અમરેલી જિલ્લામાં ચાલતી દારુની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પણ હવે SP નિર્લિપ્ત રાયે કડક કાર્યવાહી કરવા માટે પોલીસકર્મીઓને આદેશ કર્યો હતો. તેથી હવે પોલીસ દ્વારા દારુના અડ્ડા પર રેડ કરવા માટે ટેકનોલોજીની મદદ લેવામાં આવી રહી છે. પોલીસ હવે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને દારુની ભઠ્ઠીઓને શોધી રહી છે. ત્યારબાદ ત્યા રેડ કરીને જવાબદાર લોકોની સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં SP નિર્લિપ્ત રાયના આદેશ બાદ પોલીસ એક્શનમાં આવી છે અને પોલીસ દ્વારા પ્રોહીબીશન ડ્રાઈવનું આયોજન કર્યું છે. ડ્રોન કેમેરાની મદદથી પોલીસ દ્વારા જીલ્લમાં અલગ-અલગ જગ્યા પર ચાલતા દારુના અડ્ડાઓને આઇડેન્ટિફાઈ કરી રહી છે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં પોલીસ દ્વારા ભઠ્ઠીના 9, દેશી દારૂ કબ્જાના 23 અને કેફી પીણું પીવા બાબતેના 33 જેટલા કેસ કરવામાં આવ્યા છે. આમ પોલીસ પ્રોહીબીશન ડ્રાઈવ યોજીને 65 કેસ કર્યા છે. અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ચિતલ ગામમાં દારુના અડ્ડાઓને શોધવા માટે ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી હતી. પોલીસ દ્વારા ડ્રોન કેમેરાના ફૂટેજના આધારે તપાસ કરીને ત્રણ જેટલી દારુની ભઠ્ઠીઓને શોધી કાઢી હતી.

ત્રણ ભઠ્ઠીઓ શોધ્યા બાદ પોલીસ દ્વારા એક ભઠ્ઠી પર રેડ કરીને 33 લીટર દેશી દારુ, 270 રૂપિયાનો 135 લીટર આથો અને દારી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 710 રૂપિયાનો સામાન જપ્ત કર્યો હતો. આમ પોલીસે એક ભઠ્ઠી પર રેડ કરીને 1640 રૂપિયાના મુદ્દામાલની સાથે ત્રણ લોકોની ધરપકડ કરી હતી. બીજી ભઠ્ઠીમાંથી 124 લીટર દેશી દારુ, 182 લીટર આથો અને દારુ બનાવવાના સામાનની સાથે કુલ 4469 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અમરેલી જિલ્લામાં પોલીસ દ્વારા ડ્રોન કેમેરાના ઉપયોગથી દારુની ભઠ્ઠીઓ શોધવામાં આવી છે. આ વાત રાજ્યના DGP આશિષ ભાટીયાના ધ્યાન પર આવતા તેમને પણ એક ટવીટ કરીને SP નિર્લિપ્ત રાયની કામગીરીની પ્રસંસા કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો