દક્ષિણ કોરિયાની ફાર્મા કંપની PCLએ માત્ર 10 જ મિનિટમાં પરિક્ષણ કરી શકાય તેવી કોરોનાવાઈરસની ટેસ્ટ કિટ વિકસાવી, પ્રેગ્નન્સી કિટની જેમ કરે છે કાર્ય

કોરોના વાઈરસે વિશ્વભરમાં તેનો હાહાકાર મચાવ્યો છે. વાઈરસથી સંક્રમિત વ્યકિતની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. વાઈરસનું પરિક્ષણ કરવા માટે અત્યાર સુધી મોટા ભાગના દેશોમાં લેબોરેટરીનો ઉપયોગ થાય છે. તેવામાં દક્ષિણ કોરિયાની ફાર્મા કંપની PCLએ માત્ર 10 જ મિનિટમાં પરિક્ષણ કરી શકાય તેવી કિટ બનાવી છે. આ કિટ એક પ્રેગ્નન્સી કિટની જેમ કાર્ય કરે છે. આ કિટનું નામ ‘COVID-19 igG/igM રેપિડְ’ છે. તેનો એક્યુરસી રેટ 85% છે. કંપની દ્વારા કિટનું સફળ ક્લિનિકલ ટ્રાયલ થયું છે.

PCL કંપનીના CEO સો-યુઓનના જણાવ્યા અનુસાર, આ કિટનું નિર્માણ ચીનથી મગાવેલા એન્ટિબોડીઝ દ્વારા કરવામાં આવ્યું છે. યુઝર તેમના નોઝલ ડિસ્ચાર્જ અર્થાત નાકના ચીકણા પ્રવાહી દ્વારા કોરોનાવાઈરસનું પરિક્ષણ કરી શકે છે. આ કિટથી ઘરે બેઠાં 10 મિનિટમાં જ રિઝલ્ટ મેળવી શકાય છે.

કેવી રીતે કિટનો ઉપયોગ કરી શકાશે?

  • આ કિટનો ઉપયોગ કરવા સૌ પ્રથમ યુઝરે કિટ પર આપેલી તમમ સૂચનાઓ વાંચી લેવી.
  • ત્યારબાદ નોઝલ ડિસ્ચાર્જના સેમ્પલ લઈ કિટ પર દર્શાવેલ જગ્યાએ તેને મૂકવા.
  • 10 મિનિટ બાદ જો કિટ પર C અને T બંને પર ઘટ્ટ આડી લાઈન દેખાય અથવા તો C પર ઘટ્ટ લાઈન અને T પર આછીપાતળી લાઈન જોવા મળે તો કોરોના રિપોર્ટ પોઝિટિવ છે.
  • જો કોઈ માત્ર C પર જ ઘટ્ટ આડી લાઈન દેખાય તો કોરોના રિપોર્ટ નેગેટિવ છે.
  • જો કોઈ પણ લાઈન ન દેખાય અથવા માત્ર T પર આડી લાઈન જોવા મળે તો ટેસ્ટ નિષ્ફળ છે.

PCL કંપની આ કિટના વેચાણ માટે ઓનલાઈન ઓર્ડર પણ લઈ રહી છે. જોકે તેની સેવા ભારતમાં ઉપલબ્ધ છે કે નહીં તે સ્પષ્ટ થયું નથી. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપની દર અઠવાડિયે 300 કિટ એક્સપોર્ટ કરવાનું વિચારી રહી છે. જો ટૂંક સમયામાં વર્લ્ડવાઈડ આ કિટ ઉપલ્બધ થાય તો કોરોનાવાઈરસને રોકવામાં અને તેના પરિક્ષણમાં મોટી રાહત મળશે. આ કિટની મદદથી માત્ર 10 જ મિનિટમાં કોરોના પોઝિટિવ/નેગેટિવ રિપોર્ટ મળી જતો હોવાથી. કોરોના ટેસ્ટમાં આવતા વિલંને રોકી વધારે તકેદારીના પગલા લઈ શકાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો