દમણ નર્સિંગ કોલેજના મહિલા પ્રિન્સિપાલની હત્યાનો ઉકેલાયો ભેદ, લાખોનું કૌભાંડ છૂપાવવા એકાઉન્ટન્ટે જ કરી નિર્મમ હત્યા

દમણ નર્સિંગ કોલેજની મહિલા પ્રિન્સિપાલનો મૃતદેહ (Daman woman principal murder) શંકાસ્પદ હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી. 28 તારીખથી ગુમ થયેલા પ્રિન્સિપાલ અંગે  તેમના પતિએ સેલવાસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનાર ખુલાસો થયો છે. જેમાં કોલેજના  એકાઉન્ટન્ટે  કરેલા કૌભાંડને છૂપાવવા પ્રિન્સિપાલનું અપહરણ કરી અને હત્યા કરી નાંખી છે. જેમાં ઓળખ છૂપાવવા પ્રિન્સિપાલના મૃતદેહ સહિત કારને સળગાવી દીધી હોવાનો ખુલાસો થયો છે. આથી પોલીસે આરોપી સાવન પટેલની ધરપકડ કરી છે.

બનાવની વિગત મુજબ, દમણ નર્સિંગ કોલેજના  મહિલા પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા કનીમોઝી અરુમુગમ નામના મહિલા પ્રિન્સિપાલ ગઈ 28મી તારીખથી ઘરેથી કોલેજ જવા નીકળ્યા હતા. જોકે, તેઓ કોલેજ  ન હોતા પહોંચ્યા. મૃતકના  પોંડિચેરીમાં નોકરી કરતા પતિએ તેમની પત્નીનો સંપર્ક કરતા સંપર્ક નહીં થતા. તેઓએ તપાસ કરતા કોલેજમાં પણ હાજર નહિ હતા અને અન્ય માધ્યમથી પણ સંપર્ક કરતા સંપર્ક થઈ શક્યો ન હતો. આથી  મેસેજના માધ્યમથી સેલવાસ પોલીસને મોબાઇલના માધ્યમથી ફરિયાદ કરી હતી.

આથી  સેલવાસ પોલીસ તપાસ કરી રહી હતી. તે દરમિયાન આજે વાપી અને દમણની હદ પર આવેલા  તરક પારડી ગામના છેવાડે આવેલા ડુંગરાળ વિસ્તારમાંથી એક કારમાં સળગેલી હાલતમાં કોઈ મુતદેહ હોવાની પોલીસને જાણ થઈ હતી.

પ્રથમ વાપી ટાઉન પોલીસનો કાફલો અને દમણ પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો.પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, કારમાં જે મૃતદેહ હતો તે મૃતદેહ દમણની નર્સિંગ કોલેજના ગુમ થયેલા  મહિલા પ્રિન્સિપાલ કનીમોઝીનો હતો. આથી સેલવાસ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ સેલવાસ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મામલાને ગંભીરતાથી લઇ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, મૃતક પ્રિન્સિપાલ કનીમોઝી જે કોલેજમાં નોકરી કરતા હતા  તે કોલેજના એકાઉન્ટ  સાવંત પટેલે કોલેજની મેસ કમિટી અને અન્ય ફંડમાં લાખો રૂપિયાનું કૌભાંડ આચર્યુ હતુ. જેની જાણ પ્રિન્સિપાલને થઈ ગઈ હતી. આ ગેરરીતિ અંગે મહિલા પ્રિન્સ્પિાલે તપાસ કરી રહ્યા હતા.

આથી પોતાનું કૌભાંડ છૂપાવવા 28 તારીખે જ જ્યારે મૃતક પ્રિન્સિપાલ પોતાના ઘર સેલવાસથી કોલેજ તરફ આવી રહ્યા હતા. ત્યારે કોલેજના અકાઉન્ટન્ટ સામંત પટેલે દમણના ફોર્ટ વિસ્તારમાં પ્રિન્સિપાલની કાર રોકી હતી અને તેમની કારમાં બેસી અને તેમનું બળજબરીથી અપહરણ કર્યું હતું.

ત્યારબાદ તેમની હત્યા કરી અને લાશને સગેવગે કરવા દમણ અને  વાપીની હદ પર આવેલી તરક પારડીના ડુંગરાળ વિસ્તારમાં લઇ આવ્યો હતો. ઓળખ છુપાવવા માટે કાર સહિત મૃતદેહને સળગાવી દીધો હતો. પોલીસે શરૂઆતથી જ મામલાની તપાસ કરતા શંકાના આધારે આરોપી સાવંતની અટકાયત કરી હતી. તેની આગવી ઢબે પુછપરછ કરતાં આરોપી સાવંતે પોતે ગુનો કબુલ કર્યો હતો.

આથી પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ આ સમગ્ર મામલામાં કોલેજના એકાઉન્ટન્ટે પોતે આચરેલા કૌભાંડ છુપાવવા માટે કૌભાંડની તપાસ કરી રહેલા મહિલા પ્રિન્સિપાલનાનો કાંટો કાઢવા માટે પ્રિન્સિપાલની હત્યા કરી અને તેમની લાશને સગેવગે કરવા અને ઓળખ છુપાવવા માટે સળગાવી દીધા હોવાનું બહાર આવ્યું હતું.

અત્યારે પોલીસે આરોપી સાવંતની ધરપકડ કરી આરોપીએ કોલેજમાં કુલ કેટલું કૌભાંડ આચર્યું છે? અને આ કૌભાંડમાં કે હત્યામાં  અન્ય કોઈનો હાથ છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો