સગો દીકરો પણ ન કરે એવું કામ કર્યું સોનૂ સૂદે, રસ્તા ઉપર કરતબ કરનાર વૃદ્ધ મહિલા માટે કર્યું જોરદાર કામ
પોતાના સારા કામોના કારમે બોલિવૂડ અભિનેતા સોનૂ સૂદ (sonu sood) રિયલ લાઈફમાં હીરો (Real life hero) તરીકે મશહૂર થયા છે. લોકડાઉન (lockdown) દરમિયાન તેમણે પ્રવાસી મજૂરોની મદદ કરી હતી અને આજે પણ તેઓ મદદ માગનાર જરૂરતમંદોની મદદ કરવા તત્પર રહે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
એકવાર ફરીથી સોનું સૂદ આવા જ કારણોથી જબરદસ્ત ચર્ચામાં આવ્યા છે. કદાચ તમને યાદ હશે કે તાજેતરમાં મુંબઈના રસ્તાઓ ઉપર એક વૃદ્ધ મહિલા (Old Woman) પોતાનું પેટભરવા માટે હાથમાં લાકડીઓ લઈને કરતબ બતાવે છે. આ મહિલાનો વીડિયો સોનૂ સૂદે જોયો અને તેમની મદદ કરવાનું વચન આપ્યું હતું. અને તેમણે ગણેશ ચતુર્થીના (Ganesh Chaturthi) દિવસે તેમનું વચન પુરું કર્યું છે.
આજે માનવ મંગલાનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં એક વીડિયોમાં વૃદ્ધ મહિલા સોનૂ સૂદને ધન્યવાદ આપે છે. આ પોસ્ટના કેપ્શનમાં જણાવવામાં આવ્યું છે કે ગણેશ ચતુર્થીના અવસરે સોનૂ સૂદે વોરિયર આજી શાંતા પવાર માટે માર્શલ આર્ટ્સ સ્કૂલ (Martial Arts School) ખોલી છે.
જેનો વીડિયો ઈન્ટરનેટ ઉપર વાયરલ થઈ રહ્યો છે. પ્રવાસીઓના મસીહાએ તેમના માટે આ સ્કૂલ એટલા માટે ખોલી જેથી કરીને તેઓ બીજી મહિલાઓ અને બાળકોને સેલ્ફ ડિફેસ્સની તાલીમ આપી શકે.
આ પોસ્ટમાં વધુમાં જણાવ્યું છે કે સોનૂ સૂદને ધન્યવાદ આપવા માટે તેમણે સ્કૂલનું નામ સોનૂ સૂદ માર્શલ આર્ટ્સ સ્કૂલ રાખ્યું છે. સોનૂએ વચન આપ્યું છે કે તેઓ ટૂંક સમયમાં સ્કૂલમાં આવશે. વોરિયર આજીનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અનેક લોકો આ વીડિયો જોઈને સોનૂ સૂદના વખાણ કરતા થાકતા નથી.
Can I get her details please. Wanna open a small training school with her where she can train women of our country some self defence techniques . https://t.co/Z8IJp1XaEV
— sonu sood (@SonuSood) July 24, 2020
ઉલ્લેખનીય છે કે ગત મહિને મશહૂર શૂટર દાદી ચંદ્રો તોમર તેમણે પણ વોરિયર આજીનો વીડિયો શેર કરીને લખ્યું છે કે દાઠીવાળી દાદીની જય હો. અનેકનો પરસેવો છોડાવી દેશે. સોનૂ સૂદે શૂટર દાદી ચંદ્રો તોમરની આ પોસ્ટને રીટ્વીટ કરીને વોરિયર આજીનો કોન્ટેક્ટ અને ડીટેલ માંગી હતી. આ સાથે મદદની જાહેરાત પણ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..