હવે વિદ્યાર્થીઓની વહારે આવ્યો સોનુ સૂદ : JEE-NEETના સ્ટુડન્ટ્સને એક્ઝામ સેન્ટર્સ સુધી પહોંચાડશે, ટ્વીટ કરી લખ્યું, ક્યાંય પણ ફસાયા હોય તો મને જણાવો
સોનુ સૂદ પ્રવાસીઓ બાદ હવે વિદ્યાર્થીઓનો તારણહાર બનીને સામે આવ્યો છે. JEE-NEETની પરીક્ષાની તારીખ પોસ્ટપોન ન થવાની સ્થિતિમાં સોનુએ મદદ કરવાની રજૂઆત કરી છે. તેણે 28 ઓગસ્ટે ટ્વીટ કરીને આ વાત શેર કરી છે. પ્રવાસી શ્રમિકોની જેમ તેણે વિદ્યાર્થીઓને પણ તેમની તકલીફ શેર કરવા અપીલ કરી છે.
Incase #JEE_NEET happens: To all the students who will be appearing & are struck in flood hit areas of Bihar, Assam & Gujrat. Do let me know ur areas of travel. Trying to make ur travel arrangements to reach ur examination centres. No one should miss their exam bec of resources🇮🇳 https://t.co/fv5GqjOq90
— sonu sood (@SonuSood) August 28, 2020
કોઈની પરીક્ષા છૂટવી ન જોઈએ
સોનુએ એક વીડિયો શેર કરીને લખ્યું કે, જો JEE-NEETની પરીક્ષા થાય છે તો તે બધા વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપવાના છે અને બિહાર, અસમ અને ગુજરાતનાં પૂરગ્રસ્ત રાજ્યોમાં ફસાયેલા છે. મને તમારા વિસ્તારની જાણકારી આપો. પરીક્ષાનાં સેન્ટર સુધી પહોંચાડવા માટેની ટ્રાવેલિંગની વ્યવસ્થા કરવા પ્રયત્ન કરીશું. કોઈની પણ પરીક્ષા રિસોર્સ ન હોવાને કારણે છૂટવી ન જોઈએ.
“ I N C A S E “ #JEE_NEET doesn’t get
postponed. pic.twitter.com/D2iYzt4wf4— sonu sood (@SonuSood) August 28, 2020
સોનુએ સેન્ટર્સની જાણકારી આપવાની અપીલ કરી
ત્યારબાદ તેણે વધુ એક ટ્વીટ કર્યું જેમાં લખ્યું કે, જો પરીક્ષા પોસ્ટપોન નથી થતી તો હું તમારી સાથે છું. જો તમે કોઈ જગ્યાએ ફસાઈ ગયા હો, તો મને તમારા વિસ્તારની માહિતી આપો જ્યાંથી તમારે ટ્રાવેલ કરવાનું છે. હું પરીક્ષા સેન્ટર સુધી પહોંચાડવામાં મદદ કરીશ.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..