પોરબંદરના ખેડૂત પુત્રની અનોખી સિદ્ધિ: વાછોડા ગામના યુવાનને સી.એ.નો અભ્યાસ કરી અમેરિકામાં વિશ્વની નંબર વન ઓડિટ કંપનીમાં મળ્યું સ્થાન
પોરબંદર તાલુકાના વાછોડા ગામના વતની અને વાછોડા થી રોજડા જતા રસ્તે ફક્ત છ એકર વાડી ધરાવતા ખેડૂતનો પુત્ર અમેરિકામાં વિશ્વની નંબર વન કંપનીમાં જોબ મેળવ્યો હતો. સી.એ.નો અભ્યાસ કરી વધુ અભ્યાસ માટે અમેરિકા ગયેલ ત્યાં તેમને ખુબ જ સારી ટકાવારી મળતા અમેરિકામાં વિશ્વની ચાર મોટી ઓડિટ ફાર્મ કંપની માં E Y ફાર્મ કંપનીમાં જોબ મળી ગઇ હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
પરિવારમાં ખુશીનો માહોલ
પોરબંદર તાલુકાના વાછોડા ગામના વતની અને વાછોડાથી રોજડા જતા રસ્તે ફક્ત છ એકર વાડી ધરાવતા ખેડૂત રામભાઈ આલાભાઇ ગોઢાણિયાના પુત્ર નિલેશભાઈને વિશ્વની ચાર મોટી ઓડીટ ફાર્મ કંપની જેમાં અમેરિકામાં આવેલ ઓડિટ ફાર્મ E Y ફાર્મ કંપનીમાં જૉબ મળતા પરિવારમાં ખુશીનું મોજુ ફેલાયેલ છે.
વધુ અભ્યાસ માટે વડોદરા ગયો હતો
આ બાબત વાછોડા ગામના ખેડૂત રામભાઈ ગોઢાણિયાના જણાવ્યા મુજબ તેમને ખેતીની ફક્ત છ એકર જમીન છે અને એક પુત્ર નિલેશ અને બે પુત્રીઓ છે. નિલેશે 1 થી 4 ધોરણ વાછોડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરેલ ત્યારબાદ ધોરણ ૫ થી ૭ રોજડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરેલ ત્યારબાદ ધોરણ 8 થી 10 બગવદર ગ્રામ્ય ભારતી વિદ્યાલયમાં અભ્યાસ કરેલ અને ત્યારબાદ બરોડા અભ્યાસ અર્થે ગયેલ. ત્યાં સી.એ.નો અભ્યાસ કરી વધુ અભ્યાસ માટે અમેરિકા ગયેલ ત્યાં તેમ ને ખુબ જ સારી ટકાવારી મળતા અમેરિકામાં વિશ્વની ચાર મોટી ઓડિટ ફાર્મ કંપની માં E Y ફાર્મ કંપનીમાં તારીખ 12-7-2021ના રોજ જોબ મળી જતા ગોઢાણીયા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયેલ છે. આ તકે વાછોડા ગામના યુવા સરપંચ ભરતભાઈ ઓડેદરાએ ખૂબ જ ખુશી વ્યક્ત કરેલ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..