હિન્દૂ ધર્મમાં પુત્ર જ શા માટે કરે છે અંતિમ સંસ્કાર? જાણો
હિન્દુ ધર્મની માન્યતાઓ પ્રમાણે મર્યા પછી અંતિમ સંસ્કાર પુત્ર કરતો હોય છે. અંતિમ સંસ્કારમાં મૃત્યુ પછી શબને અગ્નિ આપીને તેની દાહ ક્રિયા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે માનવ જીવનમાં સોળ પ્રકારના સંસ્કારો હોય છે. જેમાં અંતિમ સંસ્કાર અંત્યેષ્ઠિ ક્રિયા સંસ્કાર છે. તેમાં દશગાત્ર-વિધાન, શોડશ-શ્રાદ્ધ, સંપિન્ડીકરણ જેવી વસ્તુઓ હોય છે. એવું પણ કહેવાય છે કે માનવનું શરીર બે પ્રકારે જીવન જીવતું હોય છે. એક સૂક્ષ્મ શરીર, બીજું સ્થૂળ શરીર. સ્થૂળ શરીર અર્થાત્ આપણે જોઈ શકીએ છી, સ્પર્શ કરી શકીએ તેને અનુભવ કરી શકીએ છીએ. પરંતુ સૂક્ષ્મ શરીરને આપણે માત્ર અનુભવ કરી શકીએ છીએ. એવું કહેવાય છે કે મનુષ્યનું સૂક્ષ્મ શરીર 17 પદાર્થો- 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 પ્રાણવાયુ, મન અને બુદ્ધિને લઈને સ્થૂળ શરીરમાં પ્રવેશ કરે છે. જ્યારે માણસનું મૃત્યુ થઈ જાય છે તો આ સત્રર પદાર્થોને લઈને જીવ સ્થૂળ શરીરથી નિકળી જાય છે.
હવે સવાલ આવે છે કે અંતિમ સંસ્કાર પુત્ર જ શા માટે કરે? એવું એટલા માટે કરવામાં આવે છે કારણ કે પિતાના વીર્યથી ઉત્પન્ન પુત્ર પિતાની સમાન જ વ્યવહાર વાળો હોય છે. હિન્દુ ધર્મમાં પણ પુત્રનો અલગ અર્થ છે. હિન્દુ ધર્મ પ્રમાણે ‘पु’અર્થાત્ નકર થી ‘त्र’ ત્રાણ કરવાનું હોય છે. જેનો અર્થ પિતાને નરકથી કાઢીને ઉત્તમ સ્થાન પ્રદાન કરવું તે જ પુત્રનું કર્મ છે. એટલા માટે ‘पुत्र’ જ અંતિમ સંસ્કાર કરે છે.
શા માટે બાળવામાં આવે છે શરીરનેઃ-
શરીરને બાળવાને લીધે મૃત વ્યક્તિને મુક્ત કરાવવાનું હોય છે. એવું કહેવાય છે કે અગ્નિ સંસ્કારથી મૃત શરીર પાંચ તત્વોનું ઋણ ચુકવે છે. ત્યારબાદ તેને ગંગામાં વિસર્જિત કરવામાં આવે છે. આ બધી ક્રિયાઓ પછી જ મૃત આત્માનો સંબંધ પૂર્વ શરીરથી અલગ પડે છે. ત્યારબાદ પણ શ્રાદ્ધ ક્રિયાઓ દ્વારા પ્રદત્ત સામગ્રીઓથી તૃપ્ત થઈને તે પ્રેત શરીરને છોડી દે છે.
અંતિમ સંસ્કાર કરતાં પહેલાં શબને નવડાવવું, પુષ્પ વિખેરવા, માળા પહેરાવવી, શાલ ઓઢાડવી, શબ યાત્રમાં સમ્મિલિત થવું વગેરે શ્રાદ્ધની નિશાની છે. ચિતામાં પ્રયોગ થતી નારિયેળ, ચંદન, દેવી ઘી, શુદ્ધ કેસર, સ્વર્ણ વગેરેના પ્રયોગથી પ્રદૂષણ કંટ્રોલ થાય છે. તો મંત્રોના ઉચ્ચારણથી આત્માની શાંતિ થાય છે. દાહ કરતી વખતે શબનું માથુ ઉત્તર તથા પગ દક્ષિણ દિશામાં હોવા જોઈએ. તો અગ્નિ આપતાં પહેલાં શબનો પુત્ર જળથી ભરેલા કળશને પોતાના ડાબા ખભા ઉપર લઈને શબની એક પરિક્રામ માથા પાસેથી શરૂ કરે છે અને પરિક્રમા પૂરી થયા પછી માટલીને નીચે પાડીને ફોડી દે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..