ગાયોની આંખોના આંસુ લૂછનાર પરોપકારી ગૌસેવક સોમાભાઇ 11વર્ષથી કરે છે ગૌસેવા
પંચમહાલ જિલ્લામાં આવેલ બાકરોલ ગામના એક ગૌસેવક જેની ગૌસેવા ગુજરાતભરમાં સુવાસ ફેલાવી રહી છે. જેઓ છેલ્લા 11 વર્ષથી નિ:સ્વાર્થ ભાવે કરી રહ્યા છે ગૌવંશજની રક્ષા. જે દૂધ નથી આપતી, કે નથી બચ્ચાને જન્મ આપી શકતી તેના જીવનદાતા બન્યા છે સોમાભાઇ. આશરે 11 વર્ષ પહેલા કતલખાને જતી 35 જેટલી ગાયોને સોમાભાઇએ અટકાવી હતી અને આ ગાયોની જાળવણીની શરૂઆત કરી. હાલમાં તેમની પાસે 105થી પણ વધુ ગાયો છે. પરંતુ હવે ગાયોના ઘારચારા માટે નાણા ક્યાંથી લાવવા તે એક મોટો પ્રશ્ન બન્યો છે.
ઉલ્લેખનીય છે કે,ગાયોની જાળવણી માટે કોઇએ સોમાભાઇને આર્થિક મદદ ન કરી,અંતે પરિસ્થિતિ એવી ઊભી થઇ કે આ ગૌરક્ષકને પોતાની જમીન અને ઘર ગીરવે મુકવાનો વારો આવ્યો. ગાયોની સેવા કરવા માટે સોમાભાઇએ તમામ કામ છોડી દિધા છે. ઘરનું ગુજરાન ચલાવવા માટે તેમના મોટા પુત્રએ ધોરણ 10નું ભણતર છોડીને મજુરી કરી રહ્યા છે.
આપને જણાવી દઇએ કે,સોમાભાઈએ તેઓથી બનતા પ્રયત્નો કર્યા અને ૧૦૫ ગાય માટે રોજે રોજ ઘાસચારો તેમજ પાણીની વ્યવસ્થા કરી. ગાય માટે શેડ પણ ઉભા કર્યા તેમજ કુવો કરાવી પાણીની પણ વ્યવસ્થા કરી. સોમાભાઈએ ગૌશાળા માટે દાન લેવા પ્રયત્ન કાર્ય પણ જોઈએ તેવો પ્રતિસાદ ન મળ્યો.
છતાં જીવદયાની નેમ સાથે એક દાયકા અગાઉ શરુ કરેલું કામ તેઓએ બંધ ન કર્યું. દિવસે દિવસે ગાયોના પાલન પોષણ પાછળ સોમાભાઈની મૂડી ખતમ થવા લાગી. બાદમાં તેઓની 12 વીઘા જેટલી જમીન ગીરવે મૂકી ને પણ રોજ સો ઉપરાંત ગાયો માટે સોમાભાઈએ વ્યવસ્થા કરી.
હાલમાં સોમાભાઈ પાસે બચેલી આખરી મૂડી તેઓનું ઘર પણ મહિન્દ્રા ફાઇનાન્સ કંપની પાસે ગીરવી મૂકી દીધું છે પણ તેઓના મનમાં જાગેલી જીવદયાની જ્યોત હજુ પણ ઝાંખી નથી પડી.આટલા સંઘર્ષ છતાં પણ સોમાભાઈ નો ગૌ સેવા યજ્ઞ થમ્યો નથી.
સોમાભાઈને પરિવારમાં પત્ની અને બે બાળકો છે આ આખું પરિવાર ગૌ સેવાના ભગીરથ કાર્યમાં 24 કલાક જોડાયેલું રહે છે ગૌ શાળાની ગાયોને ઘાસચારો ખવડાવવાથી લઇ પાણી પીવડાવવા અને સાફ સફાઈ કરવાનું સઘળું કામ સોમાભાઈના પત્ની સહીત આખું પરિવાર કરે છે પોતાના મોટાં દીકરા ને મજૂરી મોકલી ગૌ સેવા કરતા સોમાભાઈ ના આ મહાયજ્ઞ માં એમના પત્ની પણ પુરે પૂરો સાથ સહકાર છેલ્લા 11 વર્ષોથી નિરંતર આપી રહ્યા છે.
એક તરફ કેટલાક લોકો ગાયો દૂધ આપવાનું બંધ કરે એટલે તેને રખડતી મુકી દે છે ત્યારે સોમાભાઇ જેવા અનેક લોકો હશે આ સમાજમાં જેઓ આવી ગાયોને પોતાના ખર્ચે પાલવે છે અને તેમની સેવા કરે છે. અમે સમાજમાં વસતા સોમાભાઇ જેવા લોકોની સેવાને સલામ કરીયે છીએ.
જુઓ વિડિઓ
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.