સોલર એનર્જી પર ચાલે છે આ AC, આખો દિવસ ચવાલશો તો એ નહીં આવે વીજળી બીલ

ગરમીની સિઝનમાં જો કોઇ ચીજથી રાહત મળે છે તો એ AC છે. એવામાં દરેક લોકો ઇચ્છે છે કે એ ઑફિસથી લઇને ઘર સુધી એસીની ઠંડકમાં ગરમી નિકાળી દે. પરંતુ સમસ્યા ત્યારે આવે છે જ્યારે એના કારણે વીજળીનું બીલ વધી જાય છે. આ જ કારણથી ઘણા લોકો એસી લેવાનું પસંદ કરે છે. જો તમે પણ એ લોકોમાંથી એક છો, જે એસીની મજા માણવા ઇચ્છે છે પરંતુ એનાથી આવતા વીજળી બીલથી બચવા ઇચ્છે છે, તો સોલર એસી તમારા માટે સારો વિકલ્પ છે. આ એસીની સૌથી મોટી ખાસિયત એ છે કે એના ઉપયોગથી વીજળી બિલ ભરવાની ઝંઝટથી બચી શકાય છે.

સોલર એસીનો ઉપયોગ તમે વીજળી બિલ ઉપરાંત વીજળી ખર્ચ થતી પણ બચાવી શકો છો. બજારમાં ઘણી એસી કંપનીઓ છે જે સોલર એસી પૂરું પાડે છે. આ એસીની સાથે કંપનીઓ તમારા સોલર પેનલ પ્લેટ અને ડીસીથી એસી કન્વર્ટર પણ આપે છે, જેની મદદથી તમે વીજળી વગર પણ એસીનો ઉપયોગ કરી શકો. એમાં સોલર પેનલ પ્લેટને એવી ખુલ્લી જગ્યાએ લગાવવામાં આવે છે જેની પર સૂર્યના કિરણો પડે. તો બીજી બાજુ ડીસી બેટરી દ્વારા ઇલેક્ટ્રિક કરન્ટ પેદા કરે છે અને એની મદદથી એસી કન્વર્ટર દ્વારા ઠંડી હવા મળે છે. આ એસીનો મેન્ટેનેન્સ ખર્ચ પણ બીજા એસીની સરખામણીએ ખૂબ જ ઓછો છે.

એવામાં તમે વિચારી રહ્યા હશો કે આ એસીનો ઉપયોગ ઇલેક્ટ્રિક એસીની સરખામણીએ ઓછો કેમ થાય છે. એનું કારણ એક વખતમાં લાગતો ખર્ચ છે. 1 ટન સોલર એસી માટે તમારે આશરે 90 થી 1 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડશે. જો કે આ માત્ર એક વખતનો ખર્ચ હશે, જે તમારા ખિસ્સા પર ભારે પડશે. ત્યારબાદ તમારે કોઇ પણ પ્રકારનો ખર્ચ કરવાનો નથી. જો ઇલેક્ટ્રિક એસીની સરખામણી સોલર એસી સાથે કરવામાં આવે તો એની 1 ટનની કિંમત આશરે 20 થી 40 હજાર રૂપિયા સુધી હશે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો