‘માતા-પિતા જોઈએ છે’ સોશિયલ મીડિયા પરની આ જાહેરાતે અનેક લોકોનું ધ્યાન ખેંચ્યું, જાણો તેની સંપૂર્ણ વિગત..

જ્યારે કોઈ કિસ્સામાં એડોપ્શન એટલે દત્તક લેવાની વાત આવે ત્યારે સૌથી પહેલા વિચાર નાના બાળકોનો જ આવે છે. પણ સોશિયલ મીડિયા પર શેર થતી એક જાહેરાત અનેક લોકોનું ધ્યાન ખેંચ્યું છે. જેમાં લખ્યું હતું કે, મા બાપ જોઈએ છે. સૌરાષ્ટ્રના જામનગરના વતની 55 વર્ષના જાણીતા પેથોલોજીસ્ટ ડૉ. દીલીપ અમલાની તરફથી આ પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરાઆઈ હતી. આ તબીબ જામનગર અને મુંબઈ વચ્ચે ત્રણ હોસ્પિટલ ધરાવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ આ પ્રકારની પહેલ કરી રહ્યા છે.

એમના આ અનોખ પ્રયાસને કારણે આશરે 2000 રહેવાસીઓએ ગુજરાતના ઘણા બધા વૃદ્ધાશ્રમમાં આશ્રય લીધો છે. મહારાષ્ટ્રના મહાનગર મુંબઈના કાંદિવલીમાં આશરે 100 જેટલા વૃદ્ધ રહી શકે એવું એ સેન્ટર પર ઊભું કર્યું છે. આમ આ તબીબ ખરા અર્થમાં માતા પિતાની સેવા કરી રહ્યા છે. 3 વર્ષ પહેલા આ તબીબને વિચાર આવ્યો હતો કે, વૃદ્ધોના એડોપ્શન માટે કંઈ કરવું જોઈએ. ખાસ કરીને એવા વૃદ્ધ કે જે અશક્ત છે. ત્રણ વર્ષ પહેલા તેમણે એવું કહ્યું કે, મારે કોઈ પણ રીતે મારા પોતાના બાળકો ન હતા. પછી બાળક એડોપ્ટ કરવાનું વિચાર્યું. પણ કામ અને સમય સાથે વ્યસ્ત રહેલા તબીબે એ વાત પર ધ્યાન કેન્દ્રીત કર્યું કે, એડોપ્ટ કરવામાં વડીલોને ધ્યાને કેમ નથી લેવાતા. જેઓ એક પ્રેમ અને સંભાળ ઈચ્છે છે. તબીબે આ અંગે કહ્યું કે, જેઓને ઉંમર સંબંધિત બિમારીઓ હોય, ચાલવા-હરવા ફરવામાં અસક્ષમ હોય, અથવા તો રાત્રે ઉઠવામાં તક્લીફ થવાને કારણે પથારી ભીની કરી દેતાં હોય. અમે આવા વડીલો માટે કેન્દ્ર શરૂ કરવા માટે મદદની શોધ કરતાં. પછી અંદરની ટીમોમાં સંદેશો ફરતો કર્યો. અસંખ્ય વ્યક્તિઓએ દાન આપ્યું અને અમે કાંદિવલીમાં અમારું પ્રથમ કેન્દ્ર ગોઠવીએ છીએ. એમના મુંબઈ સેન્ટરની સફળતા એટલી હતી કે, અમલાણીને ગુજરાતમાં આવું સેન્ટર તૈયાર કરવા સૌરાષ્ટ્ર અને જુદા જુદા સ્થળેથી ફોન આવ્યા.

તબીબે કહ્યું કે, મારી પાસે ગુજરાતમાં કોઈ ઈન્ફ્રા. ન હોવાથી, સુવિધા ન હોવાથી મેં અસંખ્ય વૃદ્ધાશ્રમનો સંપર્ક કર્યો. નાણાકીય સહાય અને વડીલોની મદદ માટેની ખાતરી મળી. પછી છેલ્લા કેટલાક વર્ષોમાં અમે આશરે 1200 વરિષ્ઠ રહેવાસીઓને અમારા ગ્રૂપ સાથે સમાવી લીધા. મા બાપ જોઈએ છે એવી જાહેરાત સોશિયલ મીડિયા પર મેં જ પોસ્ટ કરી હતી. જે વાત વધુને વધુ લોકો સુધી પહોંચે એ માટે જાહેરાત પણ આપી. લોકોના પ્રતિસાદથી મને ઘણા લાગણી થતી. પછી એડમિશન શરૂ કર્યા અને સેવા શરૂ કરી. એવા માતા પિતા મળ્યા જેના સંતાનો એને સંભાળવામાં સક્ષમ ન હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો