ગમે તે સીઝનમાં રોગોથી બચવા અને ઈમ્યૂનિટી વધારવા માટે આ વસ્તુ ખાઓ અને બાળકોને પણ ખવડાવો
સંપૂર્ણ હેલ્થ મેળવવા, ઇમ્યૂનિટી વધારવા અને શરીરને સ્વસ્થ રાખવા માટે આ બેસ્ટ રીતથી ખાઓ ડ્રાયફ્રુટ્સ, જાણો ફાયદા.
રોગોથી બચવા માટે દરરોજ થોડી માત્રામાં પણ સૂકા મેવા ખાવા એ શ્રેષ્ઠ ઉપાય છે
સંપૂર્ણ હેલ્થ મેળવવા, ઇમ્યૂનિટી વધારવા અને શરીરને સ્વસ્થ રાખવા માટે મોટા ભાગના બધાં જ ડાયટિશ્યન્સ ડ્રાયફ્રૂટ્સને દરરોજના ડાયટમાં સામેલ કરવાની સલાહ આપે છે. સિઝન ભલે ગમે તે હોય ડ્રાયફ્રુટ્સ ખાવાથી સ્વાસ્થ્યને જબરદસ્ત ફાયદા જ થાય છે. એવામાં આજકાલ રોગોથી બચવા માટે દરરોજ થોડી માત્રામાં પણ સૂકા મેવા ખાવા એ શ્રેષ્ઠ ઉપાય છે. ચાલો જાણીએ ડ્રાયફ્રુટ્સ ખાવાની રીત અને ફાયદા.
સૂકા મેવા ખાવાની રીત જાણો
આમ તો લગભગ બધાં જ ઘરમાં લોકો સૂકા મેવાનું સેવન કરતાં જ હોય છે કારણ કે સૂકા મેવાનું સેવન શરીરને રોગમુક્ત અને સશક્ત રાખે છે પરંતુ શું તમે જાણો છો કે સૂકા મેવાને જો વધુ ગુણકારી બનાવવા હોય અને તેમાં રહેલાં પોષક તત્વો સંપૂર્ણપણે શરીરને મળે તો સૂકા મેવાને ખાવાની કેટલીક રીત હોય છે તે અનુસરવી પડે. જેથી કેટલાક સૂકા મેવા હમેશાં 3થી 5 કલાક અથવા આખી રાત પલાળીને જ ખાવા જોઈએ. ડ્રાયફ્રુટ્સની ઉપરની પરત પર ટેનિન હોય છે. જેથી તે તેના પોષક તત્વો એબ્સોર્બ થતા રોકે છે. આ જ કારણથી બદામ, પિસ્તા, ખજૂર, અખરોટ, કિશમિશ, અંજીર તમામ પ્રકારના હેલ્ધી સીડ્સ પલાળીને જ ખાવા જોઈએ.
ફાયદા
અંજીર
આયરન, વિટામિન, પોટેશિયમ, સોડિયમ વગેરેનો સારો સ્ત્રોત છે અંજીર. તેનું સેવન નિયમિત રીતે કરવાથી માથાનો દુખાવો, કમરનો દુખાવો, કબજિયાત અને એનીમિયા જેવી બીમારી દૂર થાય છે.
અખરોટ
અખરોટ ખાવાથી મગજ સારું રહે છે. નિયમિત રીતે અખરોટ ખાવાથી વજન નિયંત્રિત રહે છે અને તે એન્ટીઓક્સિડન્ટ ગુણથી ભરપૂર હોવાથી હૃદય માટે પણ સારી સાબિત થાય છે.
કિસમિસ
કિસમિસ આયરનથી ભરપૂર હોય છે. લોહીની ઉણપ, નબળાઈ કિસમિસ ખાવાથી દૂર થાય છે. 5થી 5 કિસમિસ રોજ ખાવાથી પાચન સુધરે છે અને હાડકાં પણ મજબૂત થાય છે.
કાજૂ
કાજૂમાં પણ આયરન, મેગ્નેશિયમ, ઝિંક, કોપર, ફોસ્ફરસ વગેરે પોષક તત્વો હોય છે. કાજૂના સેવનથી ટ્રાઈગ્લિસરાઈડ ઘટે છે અને બ્લડ શુગર નિયંત્રણમાં રહે છે. કાજૂમાં જે કોપર હોય છે તે રક્તવાહિકા અને હાડકા અને સાંધાને મજબૂત બનાવે છે. તે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. રોજ ઓછામાં ઓછા પાંચ કાજૂ ખાવા જોઈએ. કાજૂનું સેવન સાંજના સમયે કરવાથી લાભ થાય છે.
બદામ
બદામ કેલ્શિયમનો સ્ત્રોત છે. તેમાં વિટામિન ઈ, મેગ્નેશિયમ, ખનિજ, ફાઇબર અને પ્રોટીન હોય છે. બદામ કોલેસ્ટ્રોલ અને કેન્સરના જોખમને પણ ઘટાડે છે. વ્યક્તિએ એક દિવસમાં પાંચથી અગિયાર પલાળેલી બદામ સવારે ખાવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધરે છે.
પિસ્તા
પિસ્તા પ્રોટીન અને અન્ય પોષક તત્વોથી ભરપૂર હોય છે. વજન ઘટાડવા ઈચ્છતા લોકોએ પિસ્તા ખાવા જોઈએ. પિસ્તાનું સેવન કરવાથી ત્વચાની સુંદરતા વધે છે. દિવસમાં 5થી 6 પિસ્તા ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. પિસ્તા સાંજના સમયે ખાવાથી લાભ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..