નાગણનો બદલો! 3 દિવસ પહેલાં નાગને મારી નાખતાં નાગણે પહેલાં કાકીને પછી 7 વર્ષની ભત્રીજીને દંશ માર્યો, બંનેનાં મોત

દહેગામ તાલુકાના ગલાજીની મુવાડી ખાતે વિચિત્ર ઘટના બની હતી, જેમાં નાગણે ડંખ મારતાં કાકી-ભત્રીજીનાં મોત થયાં હતાં. મૃતકના ઘરની આસપાસ ઘટનાના ત્રણ દિવસ પહેલાં એક નાગે ચઢી આવ્યો હતો, જેને પગલે કોઈએ તેને પકડીને મારી નાખ્યો હતો. ત્યારે કાકી-ભત્રીજીનાં નાગે ડંખ મારવાથી થયેલા મોતને પગલે ગામમાં વાતો શરૂ થઈ ગઈ હતી કે ત્રણ દિવસ પહેલાં મરેલા સાપનો બદલો લેવા નાગણે 2 લોકોનો ભોગ લીધો હોવો જોઈએ. ત્યારે હાલ તો આ ઘટના માત્ર ગલાજીની મુવાડી નહીં, પરંતુ સમગ્ર દહેગામ પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બની છે, કારણ કે 4 કલાકના અંતરે ઘટેલી ઘટનામાં કાકી અને ભત્રીજી બંનેને સાપે ડાબા પગની આંગળીમાં જ ડંખ માર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મળેલી માહિતી પ્રમાણે, ઘટના 10 જૂન ગુરુવારના રોજની છે, જેમાં ગલાજીની મુવાડી ગામે રહેતાં 35 વર્ષીય સુરેખાબેન પ્રહલાદજી સોલંકી સવારે 6 વાગ્યાના સુમારે ઘરની બાજુમાં લાકડાં ભેગાં કરતાં હતાં. આ સમયે તેમને ડાબા પગની આંગળીએ નાગણે દંશ માર્યો હતો, જેને પગલે પરિવારના સભ્યો સહિતના લોકોએ તેમને તાત્કાલિક દહેગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડતાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારના સભ્યો દવાખાના સહિતની દોડાદોડમાં હતા બીજી તરફ ગ્રામજનોએ સાપની શોધખોળ કરી હતી, પરંતુ નાગણ ક્યાંય દેખાઈ ન હતી.

બે લોકોનાં મોતને પગલે માતમ છવાયો
મૃતક સુરેખાબેનના જેઠ રણજિતસિંહની 7 વર્ષની દીકરી અનુ ઘર પાસે રમી રહી હતી. આ સમયે ઘરની સીડી પાસે તૂટેલા ભાગમાં બેસી રહેલો નાગણે તેને પણ ડાબા પગની આંગળીએ દંશ માર્યો હતો. તેની તબિયત લથડતાં બાળકીને પણ દવાખાને લઈ જવાઈ હતી, પરંતુ તેને બચાવી શકાઈ ન હતી. એક સાથે બે લોકોનાં મોતને પગલે રોષે ભરાયેલા લોકોએ નાગને શોધીને મારી નાખ્યો હતો. જેથી ત્રણ દિવસ પહેલાં મારી નખાયેલા નાગનો બદલો લેવા માટે નાગણ આવી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

6 મહિના પહેલાં જ પિતાની છત્રછાયા ગુમાવનારાં 3 સંતાને માતા પણ ગુમાવી
મૃતક સૂર્યબેન સોલંકીના પતિ પ્રહલાદજીનું છ મહિના પહેલાં કોઈ બીમારીને કારણે મોત થયું હતું. પતિના મોત બાદ છૂટક મજૂરી કરીને 12 વર્ષની દીકરી, 8 અને 5 વર્ષના બે દીકરાનું ગુજરાન ચલાવતા હતા. માતાના અચાનક મોતને પગલે ત્રણેય બાળકોએ છ મહિનાના ગાળામાં માતા-પિતા બંનેની છત્રછાયા ગુમાવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો