SMVS સ્વામિનારાયણ સંસ્થાનાં સંસ્થાપક ગુરુવર્ય પ.પૂ.બાપજી દેવનંદનદાસજી સ્વામી અંતર્ધ્યાન થયા
SMVS સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક પ.પૂ.બાપજી (પ. પૂ. દેવનંદનદાસજી સ્વામી) 87 વર્ષની વયે મનુષ્યદેહનો ત્યાગ કરી તા. 22/08/2019 ના રોજ રાત્રે 10:10.વાગ્યે અંતર્ધ્યાન થયા. છેલ્લા કેટલાક સમયથી વાસણા મંદિર મુકામે પ.પૂ.બાપજીની સારવાર ચાલી રહી હતી. આ સમાચારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.
ઈ.સ. 1956, 3 ઓગષ્ટના રોજ ભાગવદી દીક્ષા ગ્રહણ કરી હતી
પ.પૂ.બાપજી બાળપણથી સ્વામિનારાયણ ભગવાનમાં અનન્ય શ્રદ્ધા ધરાવતા હતા. 23 વર્ષની યુવાન વયે સંસાર ત્યાગી અનેકને ભગવાનના રંગે રંગવા ઈ.સ. 1956, 3 જી ઓગષ્ટના રોજ ભાગવદી દીક્ષા ગ્રહણ કરી અને દેવનંદન દાસજી સ્વામી તરીકે ઓળખાયા. દેશ-વિદેશમાં સંસ્કૃતિ, ધર્મ, સામાજિક તથા આદિવાસી ઉત્થાનના કાર્ય માટે પ.પૂ.બાપજીએ અથાક વિચરણ કર્યું અને વિદેશમાં પણ મંદિરોની સ્થાપના કરી.
તા. 23-08-2019 સવારે 06:30થી 07:30 પુરુષ સભા હૉલમાં ગુરુવર્ય પ.પૂ.બાપજીની જાહેરમાં પૂજન-અર્ચન વિધીના દિવ્ય દર્શન બંન્ને વિભાગમાં થશે. જેનું smvs.org ઉપર લાઈવ ટેલિકાસ્ટ પણ થશે.
ત્યારબાદ તા. 23-08-2019 સવારે 07:30થી વાસણા મંદિરથી વ્હાલા શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા ગુરુવર્ય પ.પૂ.બાપજીની દિવ્ય કલ્યાણયાત્રા સુશોભિત સ્પોટમાં પ્રસ્થાન થશે. સાથે તમામ સંતો-હરિભક્તો પોતપોતાની ગાડીમાં સાથે જોડાશે.
સ્વામિનારાયણ ધામ ઉપર દિવ્ય કલ્યાણયાત્રા તા. 23-08-2019 સવારે 09:30 વાગે પહોંચશે. અને ત્યારબાદ તમામ પુરુષ-મહિલા દર્શનાર્થીઓને જાહેરમાં દિવ્ય દર્શન દાન તા. 24-08-2019, શનિવારે બપોરે 02:00 વાગ્યા સુધી મળશે.
માત્ર અમદાવાદ, ગાંધીનગર, સાણંદ, બાવળા, કડી, કલોલ, વિજાપુર આદિ નજીકના હરિભક્તો માટે દર્શન દાન આવતીકાલે શુક્રવારે રાખેલ છે. માટે દૂરના હરિભક્તોએ કાલે 23-08-2019, શુક્રવારે ન જ આવવું.
દૂરના તમામ સેન્ટરના હરિભક્તોને તા. 24-08-2019ને શનિવારે સવારે 08:00થી બપોરે 02:00 વાગ્યા સુધી દર્શન મળશે
24-08-2019ને શનિવારે બપોરે 02:00 વાગ્યાથી વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજીની પાલખીયાત્રા તથા અંતિમ સંસ્કારવિધિના દર્શનનો લાભ અવશ્ય લેવો અને લેવડાવવો.
અંતિમ સંસ્કારવિધિ સ્થળ: સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર
પ્રભુ એમના આત્મા ને શાંતિ આપે એજ પ્રાથના.. ૐ શાંતિ..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.