શિયાળામાં રોજ ખાશો આ 1 ચીજ તો શ્વાસ, સાંધા સહિતની 7 તકલીફો ચપટીમાં થશે છૂમંતર, જાણો અને શેર કરો
શિયાળાની સીઝન આવતાની સાથે માર્કેટમાં શિંગોડાની ભરમાર જોવા મળે છે. લીલા અને કાળા રંગના શિંગોડા જોઈને તમારું મન લલચાઈ જાય તે શક્ય છે. પણ શું તમે જાણો છો આ મન લલચાવતા શિંગોડા તમને કઈ રીતે ફાયદો આપે છે તે વિશે.
શિંગોડામાંથી મળે છે આ ફાયદા
શિંગોડામાંથી કેલ્શિયમ, વિટામિન બી-6, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કોપર જેવા ગુણકારી તત્વો મળે છે. શિંગોડામાં આયોજિન ભરપૂર હોવાની સાથે સાથે તેમાં પોલિફેનલ્સ અને ફ્લેવોનોઈડ જેવા એન્ટી ઓક્સીડન્ટ્સ એન્ટી વાયરલ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી કેન્સરની સાથે એન્ટી ફંગલ ફૂડ પણ મળે છે. 100 ગ્રામ શિંગોડામાંથી 6 ટકા વિટામિન સી અને 15 ટકા વિટામિન બી-6 મળે છે.
આ બીમારીઓમાં શિંગોડા રહે છે લાભદાયી
જે દર્દીઓને અસ્થમા રહે છે અને સાથે શ્વાસની પણ તકલીફ રહે છે તેમને માટે શિંગોડા લાભદાયી રહેશે. શિયાળામાં તેનો શક્ય તેટલો ઉપયોગ કરવાથી રાહત મળી શકે છે.
કેલ્શિયમનો સોર્સ ગણાતા શિંગોડા સાંધાના દર્દને દૂર કરે છે અને સાથે હાડકાને મજબૂત કરવાનું કામ પણ કરે છે. તેનાથી ઓસ્ટોપરોસિસ અને આર્થરાઈટિસની તકલીફ પણ થતી નથી. આ સિવાય દાંત અને આંખને માટે પણ તે ફાયદો કરે છે.
ગર્ભવતી મહિલાઓને માટે શિંગોડા ખૂબ જ સારા માનવામાં આવે છે. આવનારા બાળક અને માતાની હેલ્થ માટે તે સારા રહે છે. તેનાથી માસિક ચર્કમાં અને ગર્ભપાતની સમસ્યામાં રાહત મળે છે.
શરીરના બ્લડ સર્ક્યુલેશન લેવલને માટે પણ શિંગોડા સારા માનવામાં આવે છે. યૂરીન સાથે જોડાયેલા રોગમાં પણ તેના અનેક ચમત્કારિક ફાયદા મળે છે. થાઈરોઈડ અને ડાયરિયાની બીમારીમાં લાભદાયી છે.
શિંગોડા બવાસીરની મુશ્કેલીમાં પણ રાહત આપવામાં કારગર સાબિત થાય છે. તેથી તમારે તેનું સેવન રોજ કરવું જોઈએ.
શિયાળાની સીઝનમાં જ્યારે પગની એડીઓ ફાટી જાય ત્યારે પણ શિંગોડા તમારી મદદ કરી શકે છે. શરીરના કોઈ ભાગમાં દર્દ કે સોજા હોય તો તેનાથી રાહત આપવા માટે શિંગોડાની પેસ્ટ બનાવીને તે જગ્યાએ લગાવવાથી રાહત મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..