કાજલ મહેરિયાને કોરોનાકાળમાં ગલુડિયાનો બર્થડે ઉજવી મુશ્કેલીમાં મુકાઇ, કોરોના સંકટમાં હજારોની ભીડ કરી ભેગી
વધતા જતા કોરોના સંકટમાં કાજલ મહેરિયા ફરી એકવાર મુશ્કેલીમાં ફસાઈ છે. કાજલ મહેરીયાએ કોરોનાના કહેર વચ્ચે લોકોની ભીડ જમાવીને પોતાના પોમેરિયન બીડના ગલુડિયાનો બર્થ ડે ઉજવ્યો હતો. આ મામલે પોલીસે કેસ નોંધીને ત્રણ લોકોની ધરપકડ કરી છે.
કાજલે ઉજવ્યો ગલુડિયાનો બર્થડે
શહેરના નિકોલમાં મધુવન ગ્રીન પાર્ટી પ્લોટમાં ડોગ પાર્ટી મામલે નિકોલ પોલીસે ચિરાગ ઉર્ફે મિતેષ પટેલ, ઉર્વિશ પટેલ અને દિવ્યેશ મહેરિયાની ધરપકડ કરી છે. આ તમામ પાર્ટીના આયોજક મનાય છે. કાજલ મહેરીયા પોતે પણ પાર્ટીમાં હાજર હતી તેથી તેની પણ ધરપકડ થઈ શકે છે. અમદાવાદમાં કોરોનાના કેસ કુદકેને ભૂસકે વધી રહ્યા છે તેવા સમયે આ પાર્ટીમાં લોકોના ટોળાં ઉમટતાં કાજલ મહેરીયા સામે કેસ નોધવાની માંગ ઉઠી હતી. જેને લીધે પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે.
રાસગરબાની રમઝટ સાથે લોકગાયિકાએ પોમેરિયન બ્રીડના ગલુડિયા એબ્બીના બર્થડે માટે અંદાજે રૂપિયા સાત લાખનો ખર્ચ કર્યો હોવાનું સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. આ પાર્ટીની તસવીરો વાયરલ થતાં તેની સામે પગલાંની માગ થઈ રહી છે. આ ગલુડિયું કાજલ મહેરીયાનું હોવાથી અને તેની પણ પાર્ટીમાં હાજરી હોવાથી તેની પણ ધરપકડના એંધાણ જોવા મળી રહ્યા છે. કાજલ મહેરીયા આ પહેલાં પણ કોરોના કાળમાં લોકોની ભીડ ભેગી કરવા બદલ વિવાદમાં ફસાઈ ચુકી છે
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..