દરિયાદિલ કલેક્ટર: હોસ્પિટલમાં 100 બાળકોને દાખલ કરવા માટે જગ્યા નહોતી, ત્યારે કલેક્ટરે પોતાના બંગલા પર બાળકોની સારવાર શરૂ કરાવી
મધ્ય પ્રદેશમાં સીધી શહેરના કલેક્ટરના ચારેકોરથી લોકો વખાણ કરી રહ્યા છે. બુધવારે 100થી પણ વધારે અનીમિયા રોગથી પીડિત બાળકો જિલ્લા હોસ્પિટલ પર સારવાર માટે પહોંચ્યાં હતાં. આ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરી શકાય તેટલી જગ્યા ન હોવાને કારણે સ્વાસ્થ્ય અધિકારીએ આ જાણકારી જિલ્લા કલેક્ટર અભિષેક સિંહને આપી હતી. દરિયાદિલ એવા કલેક્ટરે આ બાળકોને તેમના પરિવાર સાથે પોતાના ઘરે બોલાવ્યાં અને ત્યાં તેમની સારવાર શરુ કરાવી.
દસ્તક અભિયાનમાં અત્યાર સુધી જિલ્લામાં અનીમિયાથી પીડિત કુલ 830 બાળકો ધ્યાનમાં આવ્યાં છે. જ્યારે વ્યક્તિના લોહીમાં રક્તક્ણની ઊણપ સર્જાય, ત્યારે અનીમિયા રોગ થાય છે.
‘જગ્યા ન હોવાને લીધે મેં મારા બંગલામાં આશરો આપ્યો’
સીધી શહેરના કલેક્ટરે જણાવ્યું કે, દસ્તક અભિયાન હેઠળ દરેક અનીમિયા પીડિત બાળકની યોગ્ય સારવાર કરવામાં આવશે. બે દિવસમાં 800થી વધારે અનીમિયાથી પીડિત બાળકો સારવાર માટે હોસ્પિટલ ગયાં હતાં. હાલ 25થી 30 બાળકોમાં બ્લડ ટ્રાન્સફ્યૂઝન કર્યા બાદ તેમના જીવને કોઈ જોખમ નથી. બાકીના બાળકો સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. બુધવારે સિહાવલ વિસ્તારથી 100થી પણ વધારે બાળકો સારવાર માટે આવ્યાં હતાં. તેમને રાખવાની જગ્યા ન હોવાને લીધે મેં મારા બંગલામાં આશરો આપ્યો છે. સારવાર પછી તેમને ઘરે પહોંચાડી દેવામાં આવશે.
a
सीधी में दस्तक अभियान के तहत बड़ी संख्या में इलाज कराने आये एनीमिंक बच्चों को व उनके परिजनो को ज़िला अस्पताल में जगह कम पढ़ने से अपने निवास पर ले जाकर ठहराना , उनकी भोजन की व वापस घर पहुँचाने की व्यवस्था करने का सीधी कलेक्टर का कार्य बेहद प्रशंसनीय है व सभी के लिये प्रेरक।
— Office Of Kamal Nath (@OfficeOfKNath) July 18, 2019
મુખ્યમંત્રીએ વખાણ કર્યા
મધ્ય પ્રદેશના સીએમ કમલનાથે ટ્વીટ કરીને કલેક્ટરના વખાણ કર્યા છે. તેમણે લખ્યું કે, બાળકોની રહેવાની વ્યવસ્થા કરવી એ બાબત સાચેમાં વખાણ કરવા લાયક છે.
દેશ – વિદેશના સમાચારો વાંચવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરીને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ.. જય ભારત..