સોફ્ટ ડ્રિંક પીવાના શોખીન હો તો ચેતી જજો, થઈ શકે છે ડાયાબિટીસ અને કેન્સર જેવા ગંભીર રોગો
ઉનાળામાં તરસ છિપાવવા માટે લોકો પ્રવાહી વસ્તુઓનો ઉપયોગ વધુ કરે છે, જેમાં સોફ્ટ ડ્રિંકનો ઉપયોગ સૌથી વધુ થાય છે. પરંતુ સોફ્ટ ડ્રિંક તમારા સ્વાસ્થ્ય માટે ખરાબ છે. એક સંશોધન મુજબ, વધુ નરમ અથવા ઠંડાં પીણાંના વપરાશથી કેન્સર, ડાયાબિટીસ અને હૃદયની બીમારીઓ થઈ શકે છે. તેથી જો તમે પણ સોફ્ટ ડ્રિંકનો વધુ વપરાશ કરો છો તો સચેત થઈ જાઓ.
સોફ્ટ ડ્રિંક હાનિકારક કેમ ગણાય છે?
સોફ્ટ ડ્રિંકમાં કલર કેમિકલ્સ, કેફીન, એસ્પાર્ટેમ અને એક્સ્ટ્રા આર્ટિફિશિયલ સ્વીટનેસ હોય છે. 350 મિલિલિટર કોલ્ડ ડ્રિંકમાં લગભગ 10 ચમચી જેટલી ખાંડ હોય છે, જે અનેક રોગોનું કારણ બને છે. ફક્ત આટલું જ નહીં, તેમાં એવા ઘટકો સામેલ હોય છે, જે તમને ધીમે-ધીમે આ પીણાં પીવાની આદત પડાવી દે છે.
સોફ્ટ ડ્રિંકની જગ્યાએ હેલ્ધી ડ્રિંક પીઓ
ઉનાળામાં તરસ છિપાવવા માટે સોફ્ટ ડ્રિંકને બદલે હેલ્ધી ડ્રિંક પીવું જોઇએ. સાદું પાણી, નાળિયેર પાણી, ફ્રૂટ જૂસ, સ્મૂધી, છાશ અથવા ડિટોક્સ ડ્રિંક પી શકાય. તેનાથી તરસ પણ છિપાઈ જશે અને શરીર તંદુરસ્ત પણ રહેશે.
સોફ્ટ ડ્રિંકથી થાય છે આ રોગો.
ડાયાબિટીસ
સોફ્ટ ડ્રિંકમાં રહેલી ખાંડને પચાવવા માટે શરીરને ઇન્સ્યુલિનની જરૂર પડે છે, જેનાથી સ્વાદુપિંડ પર દબાણ આવે છે. તેનાથી ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ બહુ વધી જાય છે.
સ્થૂળતાનું કારણ
સોફ્ટ ડ્રિંકમાં આશરે 600 મિલિલિટર સોડામાં 240 કેલરી સાથે ખાંડ પણ ખૂબ ઊંચી માત્રામાં હોય છે, જે સ્થૂળતાનું કારણ બને છે. જો તમે દરરોજ 1 કેન સોફ્ટ ડ્રિંક અથવા કોલ્ડ ડ્રિંક પીઓ છો તો વર્ષ દીઠ તમારું વજન 14 પાઉન્ડ એટલે કે આશરે 6 કિલો સુધી વધી શકે છે.
હાર્ટ અટેકનું જોખમ
એક અભ્યાસ અનુસાર, જે લોકો અઠવાડિયામાં 2 અથવા તેથી વધુ વખત સોફ્ટ ડ્રિંક પીએ છે, એવા લોકોમાં હૃદય સંબંધિત બીમારીઓ અને હાર્ટ અટેક આવવાનું જોખમ બમણું થઈ જાય છે.
હડકાંને નુક્સાન પહોંચાડે
સોફ્ટ ડ્રિંકનું વધુ સેવન બોન મિનરલ ડેન્સિટીને પણ અસર કરે છે. તેનાથી હાડકાં ઝડપથી તૂટી જાય છે. સોફ્ટ ડ્રિંકમાં કેફીન હોય છે, જે મૂત્રમાર્ગ દ્વારા શરીરમાં કેલ્શિયમ ઉત્સર્જનની માત્રામાં વધારો કરે છે. તેનાથી ઓસ્ટિયોપોરોસિસ (હાડકાં નબળા થવા)નું જોખમ વધી જાય છે.
દાંતનું નુકસાન
વધુ ઠંડાં પીણાં પીવાથી શરીરમાં એસિડ લેવલ બહુ વધી જાય છે, જેની અસર સ્વાસ્થ્ય સાથે દાંત પર પણ પડે છે. તેનાથી દાંતમાં દુખાવો, બળતરા અને દાંત સડી જવાનું જોખમ પણ વધી જાય છે.
કિડની માટે જોખમી
કોલ્ડ ડ્રિંકનું સેવન કિડની માટે પણ હાનિકારક છે. કોલ્ડ ડ્રિંકમાં એસિડિક લિક્વિડ અને ફોસ્ફોરિક એસિડ હોય છે, જેનાથી શરીરની સિસ્ટમ થોડા કલાકો માટે અટકી જાય છે. તેની કિડની પર અસર પડે છે. આટલું જ નહીં, તેનાથી પથરી અને કિડની ફેલ થવાના ચાન્સિસ પણ વધી જાય છે.
કેન્સરનું જોખમ
સોફ્ટ ડ્રિંક કલરફુલ બનાવવા માટે કેમિકલ્સ અને એમોનિયમ કમ્પાઉન્ડ્સ મિક્સ કરવામાં આવે છે. આ કેમિકલ્સ, સલ્ફાઇટ્સ અને ખાંડ ભેગી કરીને એવું રસાયણ બનાવે છે જે લિવર અને કેન્સર માટે જવાબદાર બને છે. સોફ્ટ ડ્રિંક પીનારા પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર થવાનું જોખમ 40 ટકા વધી જાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..