ભગવાન વિષ્ણુને પ્રિય અધિકમાસમાં આ વખતે 15 દિવસ ખુબજ શુભ, સર્વાર્થસિદ્ધિ યોગનો અનોખો સંયોગ
આ વખતે આસો મહિનામાં અધિકમાસ 18 સપ્ટેમ્બરથી શરૂ થઇને 16 ઓક્ટોબર સુધી ચાલશે. અધિકમાસને જ મલમાસ પણ કહે છે. કારણકે તે મહિનામાં સૂર્યની સંક્રાંતિ હોતી નથી જેથી આ મહિનો મલિન થઇ જાય છે. માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુને મલમાસને તેમુ નામ પુરૂષોત્તમ માસ આપ્યું છે. દર વર્ષે 24 અગિયારસ હોય છે. પણ આ વર્ષે મલમાસના કારણે 26 અગિયારસ હશે. અધિકમાસની પહેલી પુરૂષોત્તમ અગિયારસ 27 સપ્ટેમ્બરે અને બીજી 13 ઓક્ટોબરે હશે.
સૂર્યનું વર્ષ 365 દિવસ અને 6 કલાકનું હોય છે. જ્યારે એક ચંદ્રમા વર્ષ 354 દિવસનું માનવામાં આવે છે. બન્ને વર્ષોની વચ્ચે 11 દિવસનું લગભગ અંતર આવે છે આ અંતર દર 3 વર્ષમાં લગભગ એક માસ બરાબર થઇ જાય છે. આ અંતરને દૂર કરવા માટે દર 3 વર્ષમાં એક અતિરિક્ત ચંદ્રમાસ આવે છે. જેને અતિરિક્ત થવાના કારણથી અધિક માસનું નામ આપવામાં આવ્યું છે.
આ વખતે અધિક માસમાં 15 દિવસ શુભ યોગ રહેશે. શુક્રવાર, ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર અને શુક્લ યોગમાં શરૂ થઇ રહેલાં અધિક માસના છેલ્લાં દિવસે 17 ઓક્ટોબર સુધી ખાસ મુહૂર્ત અને યોગ બની રહ્યા છે. અધિક માસ દરમિયાન સર્વાર્થસિદ્ધિ યોગ 9 દિવસ, દ્વિપુષ્કર યોગ 2 દિવસ, અમૃતસિદ્ધિ યોગ 1 દિવસ અને પુષ્પ નક્ષત્ર 2 દિવસ સુધી રહેશે. પુષ્ય નક્ષત્ર પણ રવિ અને સોમ પુષ્ય રહેશે.
અધિકમાસમાં કયા દિવસે કયો શુભ યોગ
અધિકમાસની શરૂઆત 18 સપ્ટેમ્બરના રોજ શુક્રવારે, ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર અને શુક્લ નામના શુભ યોગમાં થશે. આ દિવસ ઘણો શુભ રહેશે.
અધિકમાસમાં સર્વાર્થસિદ્ધિ યોગ
આ યોગ બધી મનોકામનાઓ પૂર્ણ કરનાર અને દરેક કામમાં સફળતા આપનાર રહેશે. અધિકમાસમાં 9 દિવસ આ 26 સપ્ટેમ્બર તથા 1, 4, 6, 7, 9, 11, 17 ઓક્ટોબર 2020ના રોજ આ યોગ રહેશે.
અધિકમાસમાં દ્વિપુષ્કર યોગ
દ્વિપુષ્કર યોગ જ્યોતિષમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે. માન્યતા છે કે આ યોગમાં કરેલાં કોઇપણ કામનું બગણું ફળ મળે છે. 19 તથા 27 સપ્ટેમ્બરના રોજ દ્વિપુષ્કર યોગ રહેશે.
અધિકમાસમાં અમૃતસિદ્ધિ યોગ
અમૃતસિદ્ધિ યોગ અંગે જ્યોતિષ ગ્રંથોની માન્યતા છે કે આ યોગમાં કરેલાં કાર્યોનું શુભ ફળ દીર્ઘકાલીન હોય છે. 2 ઓક્ટોબર 2020ના રોજ અમૃત સિદ્ધિ યોગ રહેશે.
અધિકમાસમાં પુષ્ય નક્ષત્ર
અધિક માસમાં બે દિવસ પુષ્ય નક્ષત્ર પણ આવી રહ્યો છે. 10 ઓક્ટોબરના રોજ રવિ પુષ્ય અને 11 ઓક્ટોબરના રોજ સોમ પુષ્ય નક્ષત્ર રહેશે. આ એવી તારીખ રહેશે જ્યારે કોઇપણ જરૂરી શુભ કામ કરી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..