સુરતની શ્રેયા ઠુમ્મરને ડિગ્રી વિના નોકરીની ઓફર, વાર્ષિક ₹ ૫૦ લાખનું પેકેજ

સુરત: શહેરની જ એક સ્કૂલમાંથી વિદ્યાર્થીની શ્રેયા ઠુમ્મરે ધો. 12 સાયન્સમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ટોપ કરી ડોક્ટર કે એન્જિનિયર બનવાનું પસંદ નહી કરીને એક અર્થશાસ્ત્રી બનવાનું વિચારી અને સ્કોલરશીપ મેળવી બ્રિટનની ખ્યાતનામ યુનિવર્સિટીમાં ભણવાનું શરૂ કર્યું. કોલેજના પ્રથમ વર્ષે જ દુનિયાની સૌથી મોટી બેંકોમાંની એક મોર્ગન સ્ટેન્લી બેંકમાં વાર્ષિક 50 લાખની જોબની ઑફર મળી છે.

જો બાળકને તેની રસ રુચિ પ્રમાણે અભ્યાસની પસંદગી કરી આપવામાં આવે અને તેની અંદરની શક્તિ જાણી તેને કેળવવામાં આવે, પ્રવૃત્તિ દ્વારા કુનેહ પૂર્વક તેને શિક્ષણ આપવામાં આવે, વિચાર કરવાની અને તેને વ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવે તો બાળક કાબેલ બને છે. આ કાબેલિયતની ભારત અને દુનિયાના દરેક દેશને તાતી જરૂર છે. આવા શિક્ષણની વાતો અને ચર્ચા ખુબ થઇ રહી છે, ત્યારે ડાયમંડ સિટી સુરતની એક દીકરીએ તે યથાર્થ કરી બતાવ્યું છે.

નાનપણથી જ નેતૃત્વના ગુણો જેનામાં ભર્યા હતા, તેવી શ્રેયા ઠુમ્મરે ધો 12ના ભણતરની સાથે જ સુરત સ્ટુડેંટ્સ પાર્લિયામેન્ટ્સની પહેલ કરી અને તેમાં ખુબ સફળતા મેળવી. તેની સાથે  TEDx સુરતની પાયોનિએર સભ્ય બનીને ભારતની સૌથી નાની વયની સ્પીચ કયુરેટર બની TEDx સુરતનું નેતૃત્વ કર્યું. આ દીકરીએ જીવનમાં ક્યારેય ટ્યૂશન લીધું નથી.  વિદેશમાં પણ પોતાની લગન મહેનત અને કાબેલિયતથી તેણીએ ત્યાં પોતાની આગવી ઓળખ બનાવી.

ટોક ટીમનું નેતૃત્ત્વ કરીને ત્યાં આપણા દેશના ઘણાં બધા નામાંકિત લોકોને બોલાવીને ‘ટોક શો’ કરાવ્યો જેમાં ચેતન ભગત, જનરલ જી ડી બક્ષી, પૂર્વ હોકી કેપ્ટ્નનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ત્યાં ફાઇનાન્સ ડીપાર્ટમેન્ટનું પણ નેતૃત્વ કરી રહી છે.

શ્રેયા ઠુમ્મરના માતા-પિતા આટલેથી અટક્યા નથી. તેમની દીકરીને તો તેમણે આ રીતે પરવરિશ કરી, પણ તેમણે દેશમાં આવા શિક્ષણની તાતી જરૂરિયાત અનુભવી અને તેણીએ ફલશ્રુતિ પ્રવૃતિ દ્વારા શિક્ષણ અભિગમ પર “મેટ્રિક્સ ગ્લોબલ સ્કૂલ ” નામની એક સંસ્થાની શરૂઆત કરી. જ્યાં બાળકો આજ રીતે ભણે, વિચારે અને પોતાનો આંતરિક બૌદ્ધિક અને સામાજિક વિકાસ કરે.

સાચે જ દેશને જરૂર છે આવી કેળવણીની, આવી શાળાઓની અને આવી વિચારધારાની. ચાલો આપણે પણ એ દિશામાં એક ડગલું આગળ વધી આપણા બાળકને સાચા શિક્ષણનો પરિચય કરાવીએ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો