દુષ્કર્મીઓને ખુલ્લા પાડવા રાજ્ય સરકારનો નિર્ણય: દાખલો બેસાડવાના આશયથી દુષ્કર્મના આરોપીઓના ફોટા અને સજાની વિગતો દર્શાવતાં હોર્ડિંગ મુકાશે

સુરતમાં અઢી વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ ઘાતકી હત્યા કરનાર 38 વર્ષીય આરોપીને કોર્ટે માત્ર 33 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરીને ફાંસીની સજા ફટકારી છે. તથા બાળકીનાં માતા-પિતાને 20 લાખ રૂપિયા ચૂકવવા આદેશ આપ્યો છે.

પોર્ન વીડિયો જોયા બાદ ગુડ્ડુ યાદવ નામના આરોપીએ બાળકી સાથે પાશવી કૃત્ય આચર્યું હતું. ભવિષ્યમાં આ પ્રકારના ગુના બને નહીં એ માટે દાખલો બેસાડવાના આશયથી રાજ્ય સરકારે દુષ્કર્મના આરોપીઓની કરતૂત અને તેમને થયેલી સજાની વિગતો દર્શાવતા હોર્ડિંગ્સ રાજ્યમાં લગાવવાનો નિર્ણય કર્યો છે, જેમાં આરોપીની તસવીર પણ હશે. રાજ્યમાં માસૂમ બાળકીઓ પર થતા દુષ્કર્મના કેસને સરકારે ગંભીરતાથી લઇને આરોપીને કડક અને તાત્કાલિક સજા મળે તેવા પ્રયાસ સફળ રહ્યા બાદ પોલીસના મનોબળમાં વધારો થયો છે.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે દુષ્કર્મની ઘટનાઓમાં કેન્દ્ર-રાજ્ય સરકારે અસરકારક કામગીરી કરી છે. માત્ર એક માસમાં આવા ગંભીર ગુનામાં બેને ફાંસી સહિત ત્રણને કડક સજા કરવામાં સફળતા મળી છે, ત્યારે રાજ્યમાં આગામી સમયમાં આવા બનાવો ન બને તે માટે રાજ્ય સરકાર ખાસ એક્શન પ્લાન બનાવવા જઇ રહી છે. દુષ્કર્મના મોટાભાગના કેસમાં એવું સામે આવ્યું છે કે, આરોપીઓ પોર્ન ફિલ્મો જોઇને આ પ્રકારનું જઘન્ય કૃત્ય આચરતા હોય છે જેથી શહેરોમાં મોબાઇલની દુકાનો દ્વારા પોર્ન વીડિયો કે ફિલ્મો ડાઉનલોડ કરી આપતા હોય ત્યાં પોલીસ ચાંપતી નજર રાખીને કાર્યવાહી કરશે.

બાળકી પર દુષ્કર્મના વધુ એક કેસમાં આરોપીને ફાંસી થઈ
સુરતના પાંડેસરા-વડોદ ખાતે અઢી વર્ષની માસૂમ બાળકીનું અપહરણ બાદ દુષ્કર્મ કરીને હત્યા કરનાર ગુડ્ડુ યાદવને પોક્સો કોર્ટના જજ પ્રકાશચંદ્ર કાલાએ ફાંસીની સજાનો હુકમ કર્યો હતો. આ કોર્ટે છેલ્લાં અઢી વર્ષમાં બાળકી પર દુષ્કર્મ આચરનાર બીજા આરોપીને ફાંસી સજા આપી છે.
ગત ચોથી નવેમ્બરના રોજ બે સંતાનના પિતા ગુડ્ડુ યાદવે બ્લૂ ફિલ્મ નિહાળ્યા બાદ બાળકીનું અપહરણ કર્યું હતું તથા દુષ્કર્મ ગુજારી કરપીણ હત્યા કરી હતી. સીસીટીવી ફૂટેજના આધારે બે દિવસ બાદ બાળકીની લાશ મળી હતી તથા ત્રીજા દિવસે આરોપી યાદવ ઝડપાયો હતો.
આ કેસમાં 7 દિવસમાં ચાર્જશીટ દાખલ કરાઈ હતી તથા 6 તબક્કામાં ટ્રાયલ પૂરી કરવામાં આવી હતી.

ઉત્તરપ્રદેશમાં પણ આરોપીઓના ફોટા જાહેરમાં લગાવાયા હતા
નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં માર્ચ 2020માં ઉત્તરપ્રદેશમાં હિંસા ફાટી નિકળી હતી. આ હિંસા દરમિયાન જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનાર આરોપીઓના પોસ્ટર રાજ્ય સરકારે જાહેરમાં લગાવ્યા હતા. જો કે બાદમાં અલ્હાબાદ હાઈકોર્ટે આ તમામ પોસ્ટરને હટાવવાનો આદેશ આપ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો