સ્માર્ટ સિટીની અણઘડ વ્યવસ્થા પર કટાક્ષ કરતી ઓફર: અમદાવાદમાં 1 કિલોમીટરનો રોડ ખાડા વગરનો બતાવો, તમને મનપસંદ ડિનર કરાવું
અમદાવાદના રસ્તાઓમાં કોઈ ખાડા નથી. કેમ કે હવે ખાડામાં રસ્તા છે. વળી એ આજકાલના નથી. ગાંધીનગરમાં ગમે તેની સરકાર હોય અને અમદાવાદમાં ગમે તેવા ભણેલા (પણ ગણેલા નહીં એવા) અધિકારીઓ કમિશનરો, ડેપ્યુટી કમિશનરો કે મેયરો હોય અમદાવાદના રસ્તાઓમાં કોઈ ફરક પડ્યો નથી. જેટલા ભંગાર રસ્તા અગાઉ હતા એટલા જ આજે છે. ગુજરાતનો વિકાસ થાય છે કે નથી થતો એ જોવા માટે કોઈ લાંબી તપાસ કરવાની જરૃર નથી, અમદાવાદના રસ્તાઓ પર દર વર્ષે ખાડાની સંખ્યા વધતી જાય છે એ જોતાં જ ખબર પડે કે વિકાસ રિવર્સ ગિયરમાં સડસડાટ ભાગી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આ સ્થિતિથી સામાન્ય પ્રજા કંટાળી છે. સોશિયલ મીડિયા પર ફરિયાદો થાય છે, પરંતુ ફરિયાદો કાને ધરવાની સરકારી તંત્રને આદત હોતી નથી. એટલે હવે અમદાવાદના રસ્તાઓ પર જોક-મિમ્સ બનવા લાગ્યા છે. એ ખરેખર તો અમદાવાદનુ તંત્ર કેટલું ભ્રષ્ટ છે, તેનો પુરાવો આપે છે. એટલે અમદાવાદના એક યુવાને કટાક્ષમય ઓફર કરી છે. રાકેશ ગોસ્વામી નામના યુવાને ટ્વિટર પર લખ્યું છે કે જો કોઈ મને અમદાવાદમાં (હાઈવે સિવાય) એક કિલોમીટરનો રસ્તો ખાડા વગર બતાવે તો જ્યાં કહો ત્યાં ભોજન કરાવીશ. એ માટે રસ્તાનો વિડીયો-ફોટો મોકલવો પડશે.
Show me 1 Km Stretch Road(Not Highway) without #Potholes in any Area of Ahmedabad and The Dinner 🥘 on me, Wherever You want.
Send Pics or Video#મારુંઅમદાવાદ @MadhishParikh @kumarmanish9 @RjHarshil @WeAreAhmedabad_ @ahmedabadlive_ @AmitHPanchal @kuldeep_2105 @brijdoshi pic.twitter.com/khzA30UhIo— Rakesh Goswami 🇮🇳🇬🇧 (@rakeshchaki) September 30, 2021
હકીકત એ છે કે શહેરના રસ્તા તો ઠીક અમદાવાદને લાગુ પડતા હાઈવે પણ ખાડે ગયા છે. નવા નિયુક્ત થયેલા પરિવહન મંત્રીએ ક્યા રસ્તાઓ તૂટી ગયા છે, તેની યાદી માટે આખા રાજ્યમાંથી વિગતો મંગાવી છે. એ પ્રયાસ સારો છે, પણ પુરતો નથી. રાજ્યના ગમે તે રોડ પર નીકળો ખાડા-ખબડા સ્વાગત કરવા માટે ઉભા જ છે. એટલે કે બધા રસ્તા રિપેર કરવા પડે એમ છે. રાજ્યની વાત પડતી મુકીએ અને અમદાવાદની વાત કરીએ તો પણ ગણ્યા ગણાય નહીં, રસ્તામાં સમાય નહીં એટલા અને એવા ખાડા શહેરના રસ્તાઓ પર પડી ગયા છે.
સોશિયલ મીડિયા પર એવી પણ ઈમેજ ફરી રહી છે, જેમાં ગાડી પાછળ સ્ટીકર માર્યું છે. સ્ટીકરમાં લખ્યું છે કે ગાડીનો ડ્રાઈવર પીધેલો નથી, રસ્તાના ખાડા તારવે છે એટલે ગાડી આમ-તેમ ચાલે છે. આવા અનેક કટાક્ષ સર્જી શકાય એટલા ખાડા અમદાવાદની જનતાને સરકારે ભેટ આપી દીધા છે. અમદાવાદના રસ્તા પર આટલા ખાડા છે પરંતુ અહીં રહેતા રાજનેતા, આઈએએસ અધિકારીઓ, શહેરના સંચાલકો, સ્ટેન્ડિંગ કમિટી, મેયર વગેરે કોઈના પેટનું પાણી હલતું નથી. અમદાવાદ કોર્પોરેશને એવો નિયમ પણ બનાવ્યો હતો કે રસ્તો બનાવ્યા પછી 3 વર્ષમાં તૂટે તો કોન્ટ્રાક્ટરે રિપેર કરી આપવો પડશે. અમદાવાદમાં બે મહિનાઓથી ખાડા છે પણ કોર્પોરેશન કે કોન્ટ્રાક્ટરો ક્યાંય શોધ્યા જડતાં નથી. એટલું જ નહીં કેટલાક જગ્યાએ ખાડાઓમાં આડેધડ કપચી-માટી નાખી દેવામાં આવે છે, જે રસ્તો સપાટ કરવાને બદલે ઉપસાવી નાખે છે. એટલે અત્યારે તો અમદાવાદમાં રસ્તો સપાટ કરી શકે અને સપાટ રસ્તામાં જેને સમજણ પડતી હોય એવા એન્જિનિયરની પણ જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..