બોર્ડની એક્ઝામ આપતા પહેલા દરેક વિદ્યાર્થીએ 10 મિનિટની આ શોર્ટ ફિલ્મ અચૂક જોવા જેવી છે
10 મિનિટની આ શોર્ટ ફિલ્મ જોશે તો પરીક્ષાનો હાઉ નિકળી જશે અને જિંદગીની પરીક્ષામાં પણ પાસ થઈ જશે
‘બોર્ડની એક્ઝામ’ આટલું સાંભળતાની સાથે જ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પરીક્ષાનો હાઉ પેદા થઈ જાય છે. વાલીઓની અપેક્ષાના ભાર વચ્ચે બોર્ડની એક્ઝામ આપતા વિદ્યાર્થીઓ ઘણી વખત પરિણામ આવે તે પહેલા જ નાપાસ થઈ જતા હોય છે.એટલે કે કાલ્પનિક ડર અનુભવે છે કે પરિણામ ધાર્યા પ્રમાણે નહી આવે તો, નાપાસ થઈશ તો.આ સંજોગોમાં ઘણી વખત નબળા મનના વિદ્યાર્થીઓ કાલ્પનિક ભયથી ડરી જઈને આત્મહત્યા ભરવા સુધીનું પગલું ભરી લેતા હોય છે. બોર્ડની એક્ઝામ આપતા વિદ્યાર્થીઓને મદદ મળે તે આશયથી ભાવનગરના યુવા ફિલ્મ મેકર નિખિલ અંબાબેન શાંતિલાલ દાથીયા એ ‘સારથી’ નામની એક શોર્ટ ફિલ્મ બનાવી છે. આથી બોર્ડની પરીક્ષા આપતા પહેલા દરેક વિદ્યાર્થીએ માત્ર 10 મિનિટનો સમય કાઢી આ શોર્ટ ફિલ્મ જોવા જેવી છે.
બોર્ડની એક્ઝામ આપતા વિદ્યાર્થીઓને મદદ મળે તે આશયથી ‘સારથી’ નામની શોર્ટ ફિલ્મ બનાવી છે.
જુઓ વીડિયો..
સૌજન્ય YouTube – NASD Films
મીત્રો બને એટલી આ પોસ્ટને વધુમાં વધુ શેર કરજો જેથી વિદ્યાર્થીઓ નકારાત્મક વિચારો છોડીને હકારાત્મક બને.. જય હિન્દ.. જય ભારત..
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.