ફિલ્મી સ્ટોરી જેવી ઘટના: લેડી ઇન્સપેક્ટરે 10 લાખ લઇને તસ્કરને પોતાની પર્સનલ ગાડીમાં ભગાડી દીધો, આવી રીતે થઇ હતી ડીલ
રાજસ્થાનના બરલૂટ પોલીસ સ્ટેશનની SHO સીમા જાખડને તસ્કરો સાથે સાઠગાંઠના આરોપમાં સસ્પેન્ડ કરવામાં આવી છે. આરોપ છે કે લેડી એસએચઓએ બધી ડીલ વોટ્સએપ કોલ દ્વારા કરી હતી. એસપીના નિર્દેશ પર તસ્કરોને પકડવા ગઈ સીમા જાખડે તસ્કરોના સરગના સાથે 10 લાખ રૂપિયાની ડીલ કરી હતી. પછી પોતાની પર્સનલ ગાડીમાં તેને ભાગવામાં મદદ કરી હતી. સૂત્રોના મતે 28 નવેમ્બરે એસએચઓ સીમાના લગ્ન થવાના છે. તે પહેલા તેના કારનામાની પોલ ખુલી ગઈ છે. ઘણા દિવસોથી એસએચઓ સીમા જાખડ સિરોહી એસપી ધર્મેન્દ્ર સિંહના રડાર પણ હતી.
જાણકારી પ્રમાણે આ ઘટના બરલૂટ વિસ્તારમાં બે દિવસ પહેલાની છે. બરલૂટ પોલીસે ઉડ ગામની પાસે એક હોટલની નજીક ડોડો પોસ્ત તસ્કરને પકડ્યો હતો. તસ્કર પાસે બે ક્વિન્ટલ 10 કિલો ડોડો પોસ્તથી ભરેલી ગાડી મળી આવી હતી. જોકે આ પછી તસ્કરે પોલીસ સાથે સોદાબાજી કરી હતી. આરોપ છે કે SHO સીમા જાખડ અને તેની સાથે રહેલા ત્રણ પોલીસકર્મીઓએ તસ્કરની ધરપકડ નહીં બતાવીને તેને સ્થળ પરથી ફરાર બતાવવાની ડીલ કરી હતી. ડીલ 10 લાખ રૂપિયામાં નક્કી થઇ હતી.
10 લાખ રૂપિયાની રકમ ઝાલોર જિલ્લાના સાંચોર વિસ્તારના એક ગામના સરપંચના માધ્યમથી પોલીસને મોકલવામાં આવી હતી. પોલીસ અને તસ્કર વચ્ચે થયેલ આ ડીલની આખી ઘટના હોટલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી. જ્યારે તસ્કરને બસમાં બેસાડીને ભાગવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
આખા ઘટનાક્રમ વિશે જ્યારે પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર સિંહ યાદવને ખબર પડી તો તેમણે તરત એક્શન લીધી હતી. એસપી યાદવ પોતે બરલૂટ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને હોટલના સીસીટીવી ફૂટેજ સહિત પ્રત્યક્ષદર્શીઓથી મામલાની જાણકારી મેળવી હતી. કેસમાં SHO સીમા જાખડ અને કોન્સ્ટેબલ ઓમપ્રકાષ, સુરેશ અને હનુમાનની સંદિગ્ધ ભૂમિકા જોવા મળી હતી. એસપી યાદવે બધાને સસ્પેન્ડ કરી દીધા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..