‘ચૂંટણીમાં હાર્યા બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતો 5 રૂપિયા ઘટી છે, જો ભાજપને હરાવીશું, તો જ પેટ્રોલ-ડીઝલના ભાવ 50 રૂપિયાથી નીચે આવશે’: સંજય રાઉત

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો કરવા માટે સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યૂટીમાં કાપ મૂકવાના બીજા દિવસે શિવસેના સાંસદ સંજય રાઉતે કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો છે. શિવસેનાના નેતાએ કહ્યું કે, પેટાચૂંટણીમાં હાર્યા બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતો 5 રૂપિયા ઘટી છે. જો પેટ્રોલ-ડીઝલના ભાવ 50 રૂપિયા પ્રતિ લીટર સુધી લાવવા હોય, તો ભાજપનો પૂરી રીતે સફાયો કરવો પડશે.

હકીકતમાં દેશમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ-ડીઝલના પ્રતિ લીટર ભાવ 100 રૂપિયાથી અધિક પહોંચી ગયા છે. કેન્દ્ર સરકાર દ્વારા બુધવારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં અનુક્રમે 5 અને 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જેના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘટી છે. આ નિર્ણય તાજેતરની પેટાચૂંટણીમાં ભાજપ શાસિત રાજ્યોમાં પાર્ટીના નિરાશાજનક પ્રદર્શન બાદ લેવમાં આવ્યો છે.

સંજય રાઉતે કહ્યું કે, પેટ્રોલની કિંમત 5 રૂપિયા ઓછી કરવાનો કોઈ અર્થ નથી. આ ભાવ પ્રથમ વખત ઓછામાં ઓછા 25 અને બીજી વખત 50 રૂપિયા ઓછા કરવા જોઈતા હતા. પેટાચૂંટણીમાં ભાજપની હાર બાદ કેન્દ્ર સરકારે કિંમતો 5 રૂપિયા ઘટાડી છે. જો તેમાં 50 રૂપિયા ઘટાડવા હોય તો ભાજપને પૂરી રીતે હરાવવી પડશે.

વધુમાં રાજ્યસભા સાંસદે દાવો કર્યો કે, મોંઘવારીના કારણે દેશમાં તહેવાર જેવું લાગતું જ નથી. લોકો દેવું કરીને દિવાળી મનાવવા મજબૂર બન્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો