શિવાંશના જન્મથી લઈને તરછોડ્યાં સુધીની કહાણી: મોઢેથી મા શબ્દ બોલે તે પહેલા જ જનેતા ગુમાવી, શિવાંશનું સ્મિત પણ પિતાને ન પિગળાવી શક્યું

ગાંધીનગરના સ્વામિનારાયણ ગૌ શાળામાંથી મળી આવેલો ‘શિવાંશ’ બે દિવસમાં સમગ્ર ગુજરાતનો લાડકવાયો બની ગયો છે. શિવાંશના પરિવારને શોધવા માટે જિલ્લા પોલીસની 14 અલગ-અલગ ટીમો કામે લાગી હતી. બીજીતરફ શિવાંશને દત્તક લેવા માટે 190થી વધુ પરિવારો આગળ આવ્યા હતા. આ વચ્ચે આજે મોટો ચોકાવનારો ખુસાલો થયો છે જેમા પોલીસને વડોદરામાંથી શિવાંશની માતા મહેંદી ઉર્ફે હિનાની લાશ મળી આવી છે. માત્ર સાથે રહેવાની જીત ને લઈને શિવાંશના પિતાએ તેની માતાની ગળું દબાવીને હત્યા કરી નાખી હતી અને 10 મહિનાના શિવાંશ કે જેના મોઢેથી માતા શબ્દો નીકળે તે પહેલા જ પોતાની જનેતાને ગુમાવી દીધી હતી.

વર્ષ 2020માં થયો હતો શિવાંશનો જન્મ
શિવાંશનો પિતા સચિન પહેલાથી જ પરણિત હતો. અમદાવાદમાં એક-શો રૂમમાં નોકરી કરતી વખતે સચિનની મુલાકાત મહેંદી સાથે થઈ હતી. ધીરે-ધીરે બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા અને બંને લીવ ઈનમાં રહેવા લાગ્યા હતાં. 6 મહિના સુધી સાથે રહ્યા બાદ બંને વચ્ચે ઝઘડા શરૂ થયા અને અલગ થઈ ગયા હતા. જોકે થોડા સમય બાદ મહેંદી ફરીથી સચિન સાથે રહેવા લાગી હતી અને વર્ષ 2020માં શિવાંશનો જન્મ થયો હતો. શિવાંશના જન્મથી બંને ખુશ હતા અને સારી રીતે જીવન પસાર કરી રહ્યાં હતા.

શિવાંશના જન્મથી મહેંદી-સચિન ખુશ હતા, પણ પછી શું થયું?
ત્યારબાદ સચિનને વડોદરાની એક કંપનીમાં નોકરીની ઓફર આવી અને તે મહેંદી અને શિવાંશને લઈને વડોદરા જતો રહ્યો હતો. સચિને વડોદરામાં બાપોદ વિસ્તારમાં આવેલા દર્શનમ ઓવરસીઝમાં એક ફ્લેટ ભાડે રાખ્યો હતો જ્યાં ત્રણેય ખુશીથી જીવન પસાર કરી રહ્યા હતા. સચિત અઠવાડિયાના 5 દિવસ મહેંદી અને શિવાંશ સાથે રહેતો અને બે દિવસ ગાંધીનગર આવી જતો હતો. શરૂઆતમાં મહેંદીને સચિનથી કોઈ પ્રોબ્લેમ ન હતો. સચિન જ્યારે ગાંધીનગર આવતો ત્યારે મા-દીકરો એકલા વડોદરા રહેતા હતા. જોકે થોડા સમયથી મહેંદીએ સચિનને તેની જ સાથે રહેવા માટેની જીત પકડી હતી.

પિતા દ્વારા ત્યજીદેવાયેલો શિવાંગ એકલો ગૌશાળામાં રહ્યો
સચિન પહેલેથી પરણીત હોવાથી તે મહેંદીની સરતો સાથે રહેવા તૈયાર ન હતો. પરંતુ મહેંદી સતત દબાણથી સચિને આવેશમાં આવીને અણસમજુ પુત્ર શિવાંશની હાજરીમાં જ તેની માતાનું ગળું દબાવી હત્યા કરી નાખી. હત્યા કર્યા બાદ સચિન શિવાંશને લઈને ગાંધીનગર પહોંચ્યો હતો.

ત્યારબાદ પુત્ર શિવાંશથી પણ પીછો છોડાવવા માટેનો પ્લાન બનાવ્યો હતો. મોડી રાતે સેન્ટ્રો ગાડીમાં ગાંધીનગરના સ્વામિનારાણ ગૌશાળામાં શિવાંશને લઈને આવ્યો હતો. તેને ત્યાં મુકીને તે રાજસ્થાન ભાગી ગયો હતો. પિતા દ્વારા ત્યજીદેવાયેલો માત્ર 10 મહિનાનો શિવાંશ ઘણા સમય સુધી ગૌશાળામાં એકલો જ હતો. જોકે ભગવાનની કૃપાથી તેનો એક વાળ પણ વાંકો ન થયો અને ત્યાંના એક સ્થાનિકે શિવાંશને જોઈ લેતા તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી સમગ્ર મામલા વિશે જાણ કરી.

કોર્પોરેટરથી લઈને ગૃહમંત્રી આવ્યાં મદદે
ગઈકાલે રાત્રે સાડા આઠ-નવ વાગ્યાના અરસામાં ગાંધીનગરના સ્વામિનારાણ ગૌશાળાના દરવાજા પાસે સચિન શિવાંશને મુકીને ભાગી ગયો હતો. ત્યાંના એક સેવકે બાળક રડતું હોવાનો અવાજ સંભળાયો હતો, જેથી તે દોડીને દરવાજા તરફ ગયો હતો. દરવાજા પાસે એક બાળક રડી રહ્યું હતું, આથી સેવકે તરત તેને તેડી લઈ શાંત રાખવાનો પ્રયાસ કરી આસપાસ તેના વાલી-વારસોને શોધ્યા હતા, પરંતુ કોઈ ચહલપહલ નહીં જણાતાં તેણે ગુરુકુળના સ્વામીને બાળક મળ્યાની જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગયો હતો. પોલીસની ટીમો સાથે સ્થાનિક કોર્પોરેટર પણ શિવાંશ માટે દોડી આવ્યા હતા. કોર્પોરેટર દિપ્તીબેન અને સહિત સિવિલ હોસ્પિટલના સ્ટાફે તેનું નામ ‘ સ્મિત ‘ રાખ્યું હતું. માતા-પિતાની છાયા ગુમાવનાર શિવાંશને પરિવાર તરીકે સમગ્ર ગુજરાત મળી ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સમાચાર મળતા મોડી રાત્રે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ શિવાંશને મળવા દોડી આવ્યા હતા. બીજીતરફ સમય જોયા વગર જિલ્લા પોલીસની ટીમો આખી રાત પિતાને શોધવા સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરી રહ્યા હતા અને અંતે ગાડીની નંબર પ્લેટથી પોલીસ પિતા સુધી પહોંચવામાં સફળ રહી હતી. હાલમાં પોલીસ શિવાંશના હત્યારા પિતાના સચિનની વધુ પુછપરછ કરી રહી છે. જ્યારે શિવાંશ હવે કોની પાસે રહેશે તે આગામી સમયમાં જાણવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો