અમેરિકામાં રોજ રાત્રે ફૂડ ટ્રક લઈને ઊપડતું શીખ-અમેરિકન કપલ બેઘર અને ભૂખ્યા લોકોને જમાડે છે
અમેરિકાના લોસ એન્જેલસ શહેરના શીખ-અમેરિકન કપલે ફૂડ ટ્રકની સર્વિસ શરુ કરી છે. આ ફૂડ ટ્રકની મદદથી તેઓ રોજ 200 ડિશ બનાવીને બેઘર લોકોને જમાડે છે.
રવિ સિંહ અને તેની પત્ની જેકીએ ટ્રકનું નામ ‘શેર અ મીલ’ રાખ્યું છે. તેઓ પોતાની સાથે શાકાહારી જમવાનું અને પાણીની વ્યવસ્થા રાખીને શહેરના વિવિધ વિસ્તારમાં ફરે છે અને ભૂખ્યાનું પેટ ભરે છે. આ કામમાં આ કપલ એકલું નથી તેમની સ્વયંસેવકની ટીમ પણ સાથે જ હોય છે.
રવિએ જણાવ્યું કે, રોજ અમે આ મોબાઈલ કિચન લઈને શહેરના અલગ-અલગ વિસ્તારમાં પહોંચી જઈએ છીએ. અમે ભૂખ્યાનું પેટ ભરવાના મિશન માટે ઘણી વાર શહેરમાં ફંડ ઊઘરાવવા માટે ઈવેન્ટ પણ રાખીએ છીએ. રોજ અમારા પ્રયત્નો એ જ રહેશે કે શહેરની કોઈ પણ વ્યક્તિને ભૂખ્યા ન સૂવું પડે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..