ખેરાલુનો જવાન કાશ્મીરમાં શહીદ, ગામમાં છવાયો માતમ, અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

ભારતીય સેનામાં ફરજ બજાવતા ખેરાલુના કુડા ગામના 24 વર્ષિય પ્રવિણસિંહ ઠાકોરનું જમ્મુ કાશ્મીરમાં વીજ કરંટથી નિધન થયું હતું. શહીદ જવાનના પાર્થિવ દેહને કૂડા ગામે લાવવામાં આવ્યો હતો. આર્મીના જવાનોએ સન્માન સાથે શહીદની અંતિમયાત્રા કાઢી હતી. જેમાં હજારોની સંખ્યામાં લોકોએ શહીદને નમન કરવા માટે આવ્યાં હતાં. સમગ્ર ખેરાલુ પંથકમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી.

મૃતકનાં શહીદીનાં સમાચાર મળતાની સાથે જ પરિવાર સહિત ગ્રામજનોમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. મૃતક જવાન પ્રવિણસિંહ છેલ્લા 3 વર્ષથી આર્મીમાં ફરજ બજાવતા હતા. તેમના એક માસ પહેલા જ લગ્ન થયા હતા. શહીદ થનાર પ્રવીણજી પ્રધાનજી ઠાકોરના લગ્ન 12/5/19ના રોજ વિસનગર તાલૂકાના ગોઠવા ગામની મનીષાબેન ઠાકોર સાથે થયા હતા. 25/6/19ના રોજ તેઓ જમ્મૂ ACP આમી બટાલીયનમાં પોતાની ફરજ બજાવતા હતા.

મૃતક જવાનના પાર્થિવ દેહને આજે સવારે વતન લાવવામાં આવ્યો હતો. ખેરાલુ તાલુકાના કુડા ગામના વતની પ્રવિણસિંહ ઠાકોર જમ્મુ કાશ્મીર ખાતે આર્મી ટેન્ટમાં ન્હાવા ગયા હતા. તે દરમિયાન જ વોટરહીટરથી કરંટ લાગતા તેમનું નિધન થયુ હતું.

કુડા ગામે રહેતા ગરીબ પરિવારને પોતાનો પુત્ર શહીદ થયાના સમાચાર સાંભળતાંજ તેવો ભાંગી પડયા હતા. શહીદ જવાનના પરિવારમાં માતા, પિતા,ભાઈ અને બહેન તથા માત્ર એક માસ પહેલાં લગ્ન કરેલ પત્ની તમામ ઘેરા શોકમાં સરી પડયા હતા. કુડા જેવા ગામમાં ભારે ઘેરા શોકની લાગણીમાં ગ્રામજનો ડુબી ગયા હતા.

શહીદ થયેલા જવાનના પિતાએ ખેતમજુરી કરી બંન્ને પુત્રોને ભણાવતા હતા જયારે એક પુત્ર પ્રવિણજી આર્મીમાં નોકરી મળતાં પરિવાર અત્યંત આનંદમય જીવન પસાર કરતો હતો. ઉપરાંત બીજો પુત્ર જોરાજી કે જે હાલ અભ્યાસ સાથે સાથે આર્મીમાં જોડાવા માટેની તૈયારી પણ કરી રહ્યો છે. પરિવારને પોતાનો પુત્ર પ્રવિણજી શહિદ થયાના સમાચાર મળતાંજ પરિવારના માથે આભ તુટી પડયુ હતુ.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માતૃભૂમિ માટે શહાદત વ્હોરનારા ભારતીય સેનાના વીર સિપાહી મહેસાણા જિલ્લાના કુડાના ઠાકોર પ્રવિણજી પ્રધાનજીના પાર્થિવ દેહને અમદાવાદ હવાઈ મથકે લવાયો ત્યારે સંવેસભર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો