પુણેમાં બે બહેનોના પરિવારના 7 લોકોએ ધીરજ અને હિંમતથી કોરોનાને હરાવ્યો, 12 દિવસે વેન્ટિલેટર હટ્યા પછી જણાવી હકીકત

કોરોના જેવી મહામારીની રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કોઈપણ ડરી જશે પરંતુ પૂણેની 2 બહેનોના પરિવારે આ ભયંકર બીમારીને માત કરી. બંને બહેનના પરિવારના 7 સભ્યે કોરોનાનો ચેપ લાગ્યો હતો, પરંતુ હવે તમામના રિપોર્ટ નેગેટિવ આવી ચૂકી છે અને તમામ સ્વસ્થ છે.

41 વર્ષીય સારિકા આંગણવાડીમાં કામ કરે છે. 5-6 દિવસ ફેમિલી ડોક્ટરની સારવાર બાદ તેને ભારતી હોસ્પિટલમાં ખસેડાઈ. સારિકાની મોટી બહેન સીમા અહીં નર્સ તરીકે કામ કરે છે. તેણે બહેનની ધ્યાન રાખ્યું. ત્યાંસુધી સારિકાને કોરોના હોવાની પૃષ્ટિ નહોતી થઈ. 4 દિવસ બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. જે પછી તેના પતિ, દીકરાની સાથે સીમા, તેના પતિ અને દીકરીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો. સારિકા વેન્ટિલેટર પર હતી, પરંતુ અમે હિંમત રાખી. તે પોતાની સાથે સંપૂર્ણ પરિવારની કાળજી રાખી રહી હતી.

ડૉક્ટર્સે હિંમત આપતા અમે કોરોનાને હરાવ્યો

સીમાએ કહ્યું કે,‘જ્યારે મને જાણ થઈ કે બંને બહેનોના પતિ અને બાળકો તથા અમારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તો અમે ડરી ગયા હતા, પરંતુ ડૉક્ટર્સે હિંમત આપતા અમે કોરોનાને હરાવ્યો હતો.’

એલર્ટ રહ્યાં, 12 દિવસે વેન્ટિલેટર હટ્યા પછી સત્ય કહ્યું

સારિકાની તબિયત વધુ ખરાબ થઈ હતી. તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. એવામાં જ્યારે સીમા અને તેના પરિવારજનોની પૃષ્ટિ થઈ ત્યારે તેમને પણ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા. આ દરમિયાન સારિકાને મળવા કોઈપણ હોસ્પિટલ જતું નહોતું. કોઈને કોઈ બહાના હેઠળ આ વાત છુપાવવામાં આવી રહી હતી કે તેમની બહેન અને પરિવારજનોને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે.

પરિવારજનો વીડિયો કોલ પર વાત કરતા

આ દરમિયાન પરિવારજનો વીડિયો કોલ પર વાત કરતા તો પણ એમ ના લાગવા દીધું કે તેઓ પણ તે જ હોસ્પિટલના ક્વોરેન્ટાઈન વોર્ડમાં રહી રહ્યાં છે. 12 દિવસ બાદ સારિકાને વેન્ટિલેટરથી દૂર કરાઈ ત્યારે તેને જાણ કરવામાં આવી કે તેની બહેન સહિત 5 પરિવારજનો બીમાર છે અને એ જ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. (તમામના નામ બદલ્યા છે.)

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો