સેવા ફાઉન્ડેશન દ્વારા સુરત શહેરમાંથી ગરીબોને શોધીને માત્ર રૂ. 10માં ભોજન આપતા અન્નપૂર્ણા રથનું કરાયું લોકાર્પણ

સુરતઃ દોઢ વર્ષ અગાઉ શહેરમાં કાર્યરત થયેલી સેવા ફાઉન્ડેશન દ્વારા વધુ એક સેવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે. શહેરમાં ગરીબ શ્રમજીવીઓને ભોજન મળી રહે તે માટે અન્નપૂર્ણા રથનું લોકાર્પણ મેયર ડો. જગદીશ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ રથ દ્વારા શહેરના શ્રમજીવીઓના વિસ્તારમાં ગરીબોને માત્ર રૂ.10માં ભોજન પૂરૂ પાડવામાં આવશે.

અગાઉ વેન્ટિલેટર સહિતની ઓપીડી વેનની સેવા શરૂ કર્યા પછી હવે ભૂખ્યાને ભોજન આપશે સંસ્થા

ભૂખ્યાઓને ભોજન મળે તેવી ભાવનાથી પ્રેરાઈને કરાઈ શરૂઆત

શહેરમાં 26 જુન 2016ના રોજ એમ્બ્યુલન્સની સેવા આપી સેવાની શરૂઆત કરનાર સેવા ફાઉન્ડેશન દ્વારા ભુખ્યાઓને નજીવા દરે ભોજન મળી રહે તે માટે અન્નપુર્ણા સેવારથનો પ્રાંરભ કરવામાં આવ્યો છે. મહાત્મા ગાંધી અને પંડિત દિન દયાળ ઉપાધ્યાયની ભૂખ્યાઓને ભોજન મળે તેવી ભાવનાથી પ્રેરાઈને સેવા ફાઉન્ડેશન દ્વારા આ સેવરથને કાર્યરત કરવામાં આવ્યો છે. આ રથ શહેરના જુદા જુદા શ્રમજીવીઓના વિસ્તારોમાં જઈ માત્ર રૂ.10ના નજીવા દરે ભોજન આપશે.

ભૂખ્યાઓને ભોજન મળે તેવી ભાવનાથી પ્રેરાઈને કરાઈ શરૂઆત

લોકોના સ્વાભિમાનને ઠેસ ન પહોંચે તેનું રખાયું ધ્યાન

શહેરના પ્રતિષ્ઠિત લોકોની ઉપસ્થિતિમાં આ રથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આજના દિવસે ભોજન વિના મુલ્યે આપવામાં આવ્યું હતું.આ સિવાય જે જરૂરિયાત વાળી વ્યક્તિ હશે તેમને માટે આ વ્યવસ્થા કાયમ માટે રાખવામાં આવશે.કોઈ વ્યક્તિના સ્વાભિમાનને ઠેસ ના પહોંચે એ માટે ભોજનની ઓછામાં ઓછી કિંમત ૧૦ રૂપિયા રાખવામાં આવીછે .આ પ્રસંગે અન્નપૂર્ણા સેવા ટ્રસ્ટ સેવા તથા સેવા ફાઉન્ડેશન આ પ્રસંગે બધા સહયોગી અને મદદકર્તાઓનો આભાર માને છે અને અભિનંદન પાઠવ્યા . આજે ઉદ્યોગપતિ સૂર્યકાન્ત જ।લાન સુરતના મેયર ર્ડો.જગદીશ પટેલ , અન્નપૂર્ણા ટ્રસ્ટના અધ્યક્ષ જે પી અગ્રવાલ ,છાંયડોના પ્રેસિડેન્ટ ભરતભાઈ શાહ ,માનવ સેવા ટ્રસ્ટ ના જયરામભાઈ શાહ ,વિનોદ અગ્રવાલ , કિશોરભાઈ વિન્દલ, સુષમા અગ્રવાલ , રૂપલ શાહ, ગુરુ નાનક હોસ્પિટલના ગોવિંદજી અને સેવા ફાઉન્ડેશન ના અધ્યક્ષ રાજીવ ઓમર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

 

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો