શ્રીલંકામાં સીરિયલ બ્લાસ્ટ: ત્રણ ચર્ચ અને ચાર હોટલમાં મળીને કુલ 7 બ્લાસ્ટઃ 162નાં મોત, 400 ઘાયલ

શ્રીલંકામાં રવિવારે ઈસ્ટરના પર્વના અવસરે ત્રણ ચર્ચ અને ત્રણ હોટલમાં ત્રણ સીરિયલ બ્લાસ્ટ થયા હતા. જેમાં 35 વિદેશીઓ સહિત 162 લોકોના મોત થયા છે. 400થી વધારે ઘાયલ થયા છે. તમામ વિસ્ફોટ આશરે એક જ સમયે થયા હતા. પોલીસના જણાવ્યા મુજબ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. મૃતકોની સંખ્યા વધી શકે છે.

પહેલો વિસ્ફોટ કોલંબોના કોચ્ચિકડેમાં સ્થિત સેંટ એન્થની ચર્ચમાં સ્થાનિક સમય મુજબ 8:45 વાગ્યે થયો, જે બાદ નેગોંબોના કતુવપિતિયામાં સ્થિત સેંટ સેબેસ્ટિયન ચર્ચ અને બટ્ટિકલોઆ સ્થિત એક ચર્ચમાં વિસ્ફોટ થયો. આ ઉપરાંત કોલંબોમાં શાંગરી લા હોટલ, કિંગ્સબરી હોટલ અને સિનમન ગ્રાંડ હોટલમાં બ્લાસ્ટ થયા.સૂત્રો પ્રમાણે, કોલંબોમાં હોટલમાં થયેલા બ્લાસ્ટમાં આશરે 45 લોકોના મોત થયા છે. સાથે જ નેગોંબોના ચર્ચમાં 68 અને બટ્ટટકલોઆમાં 27 લોકોના મોત થયા હતા.

બૌદ્ધ સિંહલા અને મુસ્લિમ સમુદાયમાં ટકરાવ થઈ ચુક્યો છેઃ

અત્યાર સુધી કોઈ પણ આતંકી સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી. જો કે માનવામાં આવી રહ્યું છે કે છેલ્લા ઘણા સમયમાં ઈસ્લામિક સ્ટેટે દેશમાં ગઢ બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે. ગત વર્ષે શ્રીલંકામાં બૌદ્ધ સિંહલા અને મુસ્લિમ સમુદાય વચ્ચે ટકરાવની ઘણી ઘટનાઓ સામે આવી હતી. માર્ચ, 2018માં સરકારે આ જ કારણે ઈમજન્સી જાહેર કરી હતી.

વડાપ્રધાને ઈમરજન્સી મીટિંગ બોલાવીઃ

આ વચ્ચે શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેની સ્થિતિની જાણકારી લેવા માટે કેબિનેટ મીટિંગ બોલાવી. શ્રીલંકાના આર્થિક સુધાર મંત્રી હર્ષ ડિસિલ્વાએ ટ્વીટ કરી કહ્યું- “વિસ્ફોટમાં અનેક વિદેશીઓના પણ મોત થયાં છે. હું અને રક્ષા મંત્રી કોચ્ચિકડે જઈ રહ્યાં છીએ. વડાપ્રધાને સ્થિતિ જોતા ઈમરજન્સી મીટિંગ બોલાવી છે.”

ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

+94777903082,+94112422788,+94112422789, +94112422789

વડાપ્રધાન મોદીએ નિંદા કરીઃ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આ ઘટનાની નિંદા કરી હતી. મોદીએ કહ્યું કે, અમારા વિસ્તારમાં બર્બરતા માટે કોઈ જગ્યા નથી. ભારત શ્રીલંકાના લોકો સાથે મજબૂતાઈથી ઊભો છે. તેમને મૃતકો અને ઘાયલો પ્રત્યે દુખ વયક્ત કર્યું.

આ વચ્ચે ભારતના વિદેશ મંત્રી સુષમા સ્વરાજે સ્થિતિ પર નજર હોવાની વાત કરી છે. તેઓએ કોલંબો સ્થિત ભારતીય હાઈ કમિશનરની સાથે સતત સંપર્ક હોવાનું પણ જણાવ્યું છે. ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા છે.

13 વર્ષ પહેલા 120 નાવિક માર્યા ગયા હતાઃ

શ્રીલંકામાં અગાઉ 2006માં હુમલો થયો હતો. આ હુમલો LTTEએ કરાવ્યો હતો. આ હુમલાને દિગમપાઠના તરીકે ઓળખવામાં આવે છે. LTTEએ બોમ્બથી ભરેલા ટ્રકોથી મિલેટ્રીની 15 બસો પર હુમલો કર્યો હતો. જેમાં 120 નાવિકો માર્યા ગયા હતા.

10 વર્ષ પહેલા LTTEનો ખાતમો થયો હતોઃ

લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમની સ્થાપના વેલુપિલ્લઈ પ્રભાકરણે 1976માં કરી હતી. જેનો હેતુ ઉત્તર અને પૂર્વ શ્રીલંકામાં ઈલમ એટલે તમિલો માટે સ્વતંત્ર રાજ્ય બનાવવાનો હતો. 1983 થી 2009 સુધી શ્રીલંકા ગૃહયુદ્ધના સંકજામાં રહ્યું હતું. 25 જાન્યુઆરી 2009ના રોજ LTTEના અંતિમ વિસ્તાર મુલ્લઈતિવૂને જીતી લેવામાં આવ્યો હતો. 16 મે 2009ના રોજ પૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષે 26 વર્ષ સુધી ચાલેલા ગૃહયુદ્ધ અને LTTEના ખાતમાની જાહેરાત કરી હતી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો