ACBની ટીમે મહુવા તાલુકા પંચાયતના સિનીયર કલાર્કને રૂ 10 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો
ભાવનગરના મહુવા તાલુકા પંચાયતનો સિનીયર કલાર્ક રૂ 10 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો. મહુવા તાલુકાના ભાદ્રોડ ગામના ફરીયાદીએ પોતાનો બહુહેતુક પ્લોટ N.A.કરાવ્યો હોવાથી તેમાં ઔદ્યોગિક બાંધકામ કરવા માટે ફરીયાદીએ અરજી કરી હતી. જેના અભિપ્રાય માટે મહુવા પંચાયતના વહીવટ શાખાના વર્ગ-3ના કર્મચારી સિનિયર કલાર્ક કાળુભાઇ ઉર્ફે જય ચતુરભાઇ મેરએ રૂ. 10,000ની લાંચ માંગી હતી. ભાવનગર ACBની ટીમે છટકુ ગોઠવી આરોપીને રંગે હાથ ઝડપી લેતા ચકચાર મચી ગઈ છે.
એસીબીએ આપેલી માહિતિ મુજબ ફરિયાદીએ ભાદ્રોડ ગ્રામ પંચાયત વિસ્તારમાં બહુહેતુક માટે પ્લોટ N.A. કરાવ્યો હતો. જેમાં ઔદ્યોગિક બાંધકામની મંજુરી માટે ગ્રામ પંચાયતમાં અરજી કરી હતી. ભાદ્રોડ ગ્રામ પંચાયત દ્વારા તાલુકા પંચાયત કચેરી મહુવા ખાતે સ્થળ સ્થિતિના અભિપ્રાય માટે ફાઈલ મોકલવાઈ હતી. જે માટે તાલુકા પંચાયત મહુવાની વહિવટી શાખાના વર્ગ – 3 ના સિનિયર કલાર્કે સ્થળ સ્થિતિના અભિપ્રાય માટે ફરિયાદી પાસે ગેરકાયદેસર રૂ10, હજારની લાંચની માંગણી કરી હતી.
આ રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી એસીબી ટોલ ફ્રી નંબર 1064 ઉપર સંપર્ક કરી ફરીયાદ આપી હતી ત્યારે આજે ભાવનગર ACB એ લાંચના છટકાનું આયોજન કરતા તાલુકા પંચાયતના ગ્રાઉન્ડમાં આરોપીએ ફરીયાદી સાથે પંચની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી, ફરીયાદી પાસેથી રૂ.10,000 ની લાંચની માંગણી કરી રકમ સ્વીકારી હતી. ત્યારે ACBએ તેને સ્થળ ઉપર જ ઝડપી લીધો.
આ સફળ ટ્રેપમાં ભાવનગર ACB PI ડી.કે.વાઘેલા અને તેમની ટીમ ફરજ પર રહી હતી જ્યારે ટ્રેપનું સુપરવિઝન ભાવનગર ACB એકમના મદદનીશ નિયામક પી.આર.રાઠોડે કર્યું હતું
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..