છત્તીસગઢની પ્રાઇવેટ સ્કૂલોએ વૃક્ષારોપણ માટે કરી અનોખી પહેલ, વિદ્યાર્થીએ વાવેલા છોડના ગ્રોથ પર રિઝલ્ટમાં મળશે 20 એક્સ્ટ્રા માર્ક્સ
છત્તીસગઢમાં રાયપુર શહેરમાં 7 પ્રાઇવેટ સ્કૂલમાં હવેથી વૃક્ષારોપણ કરવા પર વિદ્યાર્થીઓને 20 માર્ક્સ આપવામાં આવશે. રાજ્યના ‘સેવ નેચર’ એસોશિયેશન દ્વારા આ પ્રકારની અનોખી પહેલ પ્રથમ વખત હાથ ધરવામાં આવી છે. 7 સ્કૂલે વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી સમજાવવા અને જાગૃકતા ફેલાવવા માટે આ આઈડિયા પર કામ કરવાનું શરુ કરી દીધું છે.
સેવ નેચર દ્વારા 3થી 10 ધોરણ સુધીના વિદ્યાર્થીઓને 6 હજાર છોડ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. જો આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થી તેણે રોપેલા છોડને સાચવશે તો તેને ફાઇનલ રિઝલ્ટમાં છોડનો ઉછેર જોઈને એક્સ્ટ્રા 20 માર્ક્સ આપવામાં આવશે. આ ઉપરાંત સ્ટુડન્ટ્સને ગિફ્ટ પણ આપવામાં આવશે.
આ પહેલ માટે હાલ શહેરની સ્કૂલોમાં પ્રોગ્રામનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં વિદ્યાર્થીઓને છોડની જાળવણી, વૃક્ષ અને પર્યાવરણનું મહત્ત્વ જેવી બાબતો વિશે સમજાવવામાં આવે છે. આ પહેલનો પ્રથમ પ્રોગ્રામ મહર્ષિ વિદ્યા મંદિરમાં થયો છે, જેમાં વિદ્યાર્થીઓને કુલ 1500 છોડ આપ્યા છે.
પ્રોજેક્ટના સ્ટેટ પ્રેસિડન્ટ પંકજ ચોપરાએ કહ્યું કે, એક રિસર્ચ પ્રમાણે દેશમાં પર્યાવરણને બેલેન્સ કરવા માટે આશરે 14 હજાર કરોડ વૃક્ષ વાવવાની જરૂર છે. વૃક્ષથી જ આપણે પ્રકૃતિને બચાવી શકીએ છીએ. જો આપણે બાળકોને પર્યાવરણ સાથે જોડી દઈએ તો તેઓ તેનું મહત્ત્વ સમજશે અને તેની પર કામ પણ કરશે. આ કામ આવનારી જનરેશન માટે ઘણું મદદરૂપ થશે
સ્કૂલ તરફથી જે છોડ આપવામાં આવશે તેને વિદ્યાર્થીઓને પોતાના ઘરની નજીક રોપવાનો રહેશે. આ છોડની 1 વર્ષ સુધી દેખભાળ કરવાની રહેશે. દર મહિને વિદ્યાર્થીએ આ છોડ સાથેની સેલ્ફી લઈને સ્કૂલે મોકલવાની રહેશે. બે મહિના પછી આ વિદ્યાર્થીઓને અર્થ વોરિયરનું સર્ટિફિકેટ આપવામાં આવશે. આ પ્રોજેક્ટથી વિદ્યાર્થી એક વર્ષ સુધી વૃક્ષ સાથે જોડાયેલો રહેશે.પ્રાઇવેટ સ્કૂલને આશા છે કે, તેમની આ પહેલથી વૃક્ષોની સંખ્યામાં વધારો થશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.