ગુજરાતમાં વિદ્યાર્થીઓના જીવના જોખમે ક્યાં સુધી ચાલશે ઑફલાઈન વર્ગો? શું સરકાર સ્કૂલો બંધ કરવા વિચારશે ખરી?

દેશમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થતાં 7 રાજ્યોની સરકારોએ પોતાના ત્યાં સ્કૂલોમાં ઑફલાઈન વર્ગો બંધ કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ ગુજરાતમાં પણ કોરોનાના દૈનિક કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. વિપક્ષ સહિત હેલ્થ એક્સપર્ટ પણ રાજ્ય સરકારના સ્કૂલો ખુલ્લી રાખવાના નિર્ણય પર સવાલ ઉઠાવી રહી છે.

જ્યાં IAS સુરક્ષિત નથી, ત્યાં બાળકોના જીવ જોખમમાં ના મૂકવા જોઈએ
સ્કૂલોમાં વધી રહેલા કોરોનાના કેસને જોતા યુથ કોંગ્રેસ દ્વારા સ્કૂલોમાં તાત્કાલીક અસરથી ઑફલાઈન વર્ગો બંધ કરીને ઓનલાઈન અભ્યાસ શરૂ કરવાની માંગ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ નેતાનું કહેવું છે કે, રાજ્યમાં IAS અને આરોગ્ય વિભાગના અધિકારીઓ જ સુરક્ષિત નથી, ત્યાં બાળકોના જીવ જોખમમાં ના મૂકવા જોઈએ. રાજ્ય સરકારે બાળકોના હિતમાં યોગ્ય નિર્ણય લેવો જોઈએ.

જીતુ વાઘાણીને પત્ર લઈને કરાઈ રજૂઆત
ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને પત્ર લઈને 10 જાન્યુઆરીથી ઑફલાઈન વર્ગો બંધ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, રાજયના વિવિધ શહેરોની પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ સંકમિત થઈ રહ્યા છે. પ્રાથમિક શાળાના બાળકો કોવિડ પ્રોટોકોલનું પાલન નથી કરી શકતા, પરિણામે બાળકો સંકમિત થાય છે. પ્રાથમિક શાળાના બાળકો તથા પ્રાથમિક શિક્ષકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને તા.10 જાન્યુઆરીથી પ્રાથમિક શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ સ્થગિત કરવા યોગ્ય વિચારણા કરવા થઇ રજૂઆત કરવામાં આવી છે.

► ક્યાં-કઈ સ્કૂલમાં વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત?

વડોદરાની કોવેન્ટ સ્કૂલમાં શિક્ષક સંક્રમિત
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી કોવેન્ટ સ્કૂલમાં એક શિક્ષક કોરોનાથી સંક્રમિત થયા છે. આ સિવાય GSFCના 3 કર્મચારીઓનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

સુરતમાં ત્રીજી લહેર, 182 વિદ્યાર્થીઓ સંક્રમિત
સુરતની સ્કૂલ-કૉલેજોમાં વિદ્યાર્થીઓ સતત સંક્રમિત થઈ રહ્યા છે. આજે એક જ દિવસમાં 32 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. જે પૈકી DPS સ્કૂલના 9, સેવન્થ ડે સ્કૂલના 2, જીડી ગોએન્કા સ્કૂલના 2, ભૂલકા વિહારનો 1, ફાઉન્ટન્ટ હેડ સ્કૂલના 2, એસડી જૈન સ્કૂલના 2, લુડ્ઝ કોવેન્ટ, બ્રોડ વેચ ઈન્ટરનેશનલ, માતા સરવાણી સ્કૂલ, જીવન ભારતી સ્કૂલ, આરએમજી સ્કૂલ, અગ્રવાલ વિદ્યાલય, ગુરુકુળ વિધાલયના એક એક વિદ્યાર્થી, એલ.પી.સવાણી સ્કૂલના બે વિદ્યાર્થી, તાપ્તીવેલી, એક્સપરિમેન્ટલ, ગુરુકૃપા સ્કૂલ, તક્ષશિલા સ્કૂલ તથા મહેશ્વરી વિદ્યાલયના 1-1 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓ હોમ આઇલોસેશન હેઠળ છે. આ સાથે જ ત્રીજી લહેરમાં અત્યાર સુધીમાં 182થી વધુ વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યાં છે.

અમદાવાદની બે સ્કૂલોમાં ઑફ લાઈન વર્ગો બંધ
અમદાવાદની ઉદ્દગમ સ્કૂલ અને ઝેબર સ્કૂલોમાં ઑફલાઈન વર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ બન્ને સ્કૂલોમાં થોડા દિવસો પહેલા જ કોરોનાના કેસ નોંધાયા હતા. જેના પગલે સ્કૂલ સત્તાધીશો દ્વારા ઑફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે સ્કૂલ તરફથી વાલીઓને મેસેજ કરીને જાણ કરી દેવામાં આવી છે.

કચ્છના રાપરમાં શિક્ષક સંક્રમિત થતાં વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ
કચ્છ જિલ્લાના રાપર તાલુકાના સુવઈની પ્રાથમિક શાળામાં શિક્ષક અને તેનો પુત્ર કોરોનાથી સંક્રમિત થયા છે. જે બાદ કુમાર પ્રાથમિક શાળાને 3 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ શાળાના અન્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રની શાળાઓમાં કોરોના વિસ્ફોટ
સૌરાષ્ટ્રની શાળાઓમાં કોરોના સંક્રમણની સ્થિતિ ચિંતાજનક બની છે. જેમાં આજે દ્વારકાના વરવાળા પાસે આવેલી સેન્ટ આન્સ સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની કોરોનાથી સંક્રમિત થઈ હતી. જે બાદ સ્કૂલમાં ઑફલાઈન વર્ગો 7 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

આ સિવાય મોરબીની નલંદા વિદ્યાલયમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેમ 4 વિદ્યાર્થીઓના કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. હાલ મોરબી જિલ્લામાં કુલ 17 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. આ સિવાય રાજકોટ, જામજોધપુર, ઉપલેટા વગેરે જગ્યાએ વિદ્યાર્થી કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે.

દાહોદની લિટલ ફ્લાવર સ્કૂલનો વિદ્યાર્થી હોમ ક્વોરન્ટાઈન
દાહોદની લિટર ફ્લાવર સ્કૂલના વિદ્યાર્થીનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતા સાવચેતીના ભાગરૂપે સ્કૂલને બંધ કરી દેવામાં આવી છે. હાલ વિદ્યાર્થીને હોમ ક્વોન્ટાઈન કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો