જાતિવાદનું ઝેર! શિક્ષક દલિત હોવાને કારણે ગામમાં ઘર ભાડે આપવાનો ઇનકાર, સરકારે બદલી કરી પણ કાર્યવાહી ન કરી

ગુજરાત મોડલને સમગ્ર દેશમાં રજૂ કરવામાં આવ્યું છે, ગુજરાતનું અર્થતંત્ર પણ અનેક રાજ્યો કરતા ચડીયાતું છે, ગુજરાતમાં અન્ય રાજ્યો કરતા ક્રાઈમ રેટ પ્રમાણમાં ઓછો છે, પરંતુ ગુજરાતમાં હજુપણ જાતિવાદના મૂળીયા ઉંડે સુધી હોય તેવું નજરે પડી રહ્યું છે.

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં જાતિવાદના વિષના કારણે નિનામા ગામની સરકારી શાળાના એક દલિત શિક્ષકને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ શિક્ષક જાતિથી દલિત હોવાના કારણે ગામમાં કોઈ ઘર ભાડે આપવાનો ઇનકાર કરી રહ્યા છે. સરકારી શાળાના 50 વર્ષીય શિક્ષક કનૈયાલાલ બારૈયા દરરોજ 150 કિલોમીટર અંતર કાપીને ઘરેથી શાળાએ પહોંચે છે. તેઓ વાલ્મિકી સમાજથી આવે છે અને તેઓ ચુડા તાલુકાના છાત્રાળા ગામના રહેવાસી છે, છત્રિયાલાથી નિનામાનું અતર 75 કિમી થાય છે. તો આ ગામમાં પંચાયત દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયું છે કે ગામમાં વાલ્મિકી સમાજની વસાહત ન હોવાથી તેમને અહીં ઘર નહીં મળે.

શિક્ષકે ઘર ન મળતાં શિક્ષણ વિભાગને અરજી કરી હતી. આ અરજી ધ્યાને રાખી શિક્ષણ વિભાગે બદલી ના આદેશ આપ્યા છે. કનૈયાલાલ બારૈયાએ સામાજિક ન્યાય વિભાગને પણ ફરિયાદ કરી હતી. બારૈયાએ તલાટી અને સરપંચને પણ અરજી કરી હતી. શિક્ષકની માંગ બાદ પણ નિનામા ગામમાં રહેવાની જગ્યા નથી મળી.

શિક્ષક કનૈયાલાલે દાવો છે કે તેમણે પોતાની સ્થિતિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ જણાવી છે અને બદલી કરી આપવા માટે વિનંતી કરી છે. મુખ્યમંત્રીએ મને કહ્યું છે કે, તેઓ આ દિશામાં પગલાં લેશે.

ત્યારે સવાલ થયા છે કે, આજે પણ દલિત સાથે કેમ ઓરમાયું વર્તન? દલિતને કેમ ગ્રામવાસીઓએ મકાન ભાડે ન આપ્યું? શું દલિતને 21મી સદીમાં નથી મળતું સ્થાન? કેમ લોકો હજું પણ રૂઢિવાદી વર્તન કરે છે? સામાજીક ન્યાય વિભાગે ફરિયાદ ઉપર કેમ ન કરી કાર્યવાહી? સરપંચ અને તલાટીએ પણ કેમ શિક્ષકની ફરિયાદ ન સાંભળી? સરકારે બદલી કરી પણ કાર્યવાહી ન કરી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો