મહિલાને બેભાન કરીને સાધુની કામલીલા: સફરજનમાં કેફી પદાર્થ ખવડાવીને બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ
સાવરકુંડલાના દાધીયા ગામે આવેલા જાણીતા કબીર આશ્રામના સાધુએ તેના અનુયાયી વલ્લભીપુરના મહિલાને અડધી રાતે સંતાન પ્રાપ્તિની વિધિ માટે આશ્રામમાં બોલાવીને સફરજનમાં કેફી પદાર્થ ખવડાવીને અર્ધબેભાન કરી દીધા બાદ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસ દ્વારા આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આ ઘટના અંગે મૂળ વલ્લભીપુરની એક મહિલા દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ આ મહિલાના સાસરા પક્ષના લોકો કબીર સંપ્રદાયમાં માનતા હતા હતા અને અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકામાં વિજપડી નજીક આવેલા દાધીયા કબીર આશ્રામમાં વારંવાર તેમના ગુરુ અમરદાસ સાહેબ તરીકે ઓળખાતા સાધુ પાસે જતા હતા. આ સાધુનું સાચુ નામ અમરસંગ ખોડાભાઈ પરમાર (રહે. દાધિયા, તા. સાવરકુંડલા) છે.
આ મહિલાને સંતાનમાં બે પુત્રીઓ હતી પણ પુત્ર થતો ન હોવાથી ગત ગુરુપૂર્ણિમાના દિવસે તેમના પરિવારના લોકોએ આ સાધુને એ માટે વિનંતી કરી હતી. જેથી આ કપટી સાધુ દ્વારા આ મહિલાને પુત્રની પ્રાપ્તિ થાય તેની વિધિ કરવા માટે અડધી રાત્રે એકલી કબીર આશ્રામમાં આવવા માટેની સૂચના આપવામાં આવી હતી. જેથી આ મહિલા પહોચી ગઈ હતી. રાત્રીના સવાર બાર વાગ્યાના અરસામાં આ લંપટ સાધુ ત્યાં આવ્યો હતો અને મહિલાને પૂજામાં મૂકેલા ફળને આ પરવાનો છે તેમ કહીને આપ્યું હતું અને તે ખાઈ જવાની સૂચના આપી હતી.
મહિલાએ આ ફળ ખાધાની સાથે જ તેમાં ભેળવેલા કેફી પદાર્થના કારણે તે અર્ધ બેભાન બની ગઈ હતી. બાદમાં આ સાધુએ મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. અર્ધ બેભાન હોવાના કારણે મહિલાને પોતાની સાથે દુષ્કર્મ થઈ રહ્યું છે તેની ખબર હતી પણ વિરોધ કરી શકી નહોતી. ઘટનાના છ મહિના બાદ અંતે આ ઘટના અંગે ફરિયાદ નોંધાતા આરોપી સાધુ ફરાર થઈ ગયો હતો. પોલીસ દ્વારા સુરતમાંથી આ સાધુની ધરપકડ કરવામાં આવી છે.
પુત્ર મોહ અને અંધશ્રાદ્ધામાં સગી સાસુએ વહુને નર્કમાં ધકેલી દીધી
આ ઘટનામાં ભોગ બનેલી મહિલાના પરિવારના તમામ લોકો આ સાધુમાં શ્રદ્ધા ધરાવતા હતા અને ત્યાં વારંવાર આવતા હતા. મહિલાને બે દિકરીઓ તો હતી જ પણ તેના પરિવારના લોકોને પુત્રનો જ મોહ હતો. મહિલાની સાસુ જ અમરદાસને મળી હતી અને તેની સાથે વાત કર્યા બાદ રાત્રે આશ્રામમાં એકલી જવાની સૂચના આપી હતી. સાથે સાસુએ વહુને એવી પણ સૂચના આપી હતી કે અમરદાસ જે પણ સૂચના આપે તેનું તું પાલન કરજે.
સાધુએ ફેસબૂક પર મેસેજ કરતા ભાંડો ફૂટયો
દાધીયા કબીર આશ્રામમાં ગુરુપૂર્ણિમાના પર્વના દિવસે જ આ લંપટે પોતાની કામલીલા આચરી હતી પણ આબરુ જવાની બીકે આ મહિલાએ કોઈને પણ વાત કરી નહોતી. એક વખત આ સાધુએ મહિલાને ફેસબુક પર મેસેજ કર્યો હતો કે મારી ભૂલ થઈ ગઈ છે. એ મેસેજ તેના પતિએ વાંચી લેતા આ અંગે પૂછપરછ કરતા મહિલાએ પોતાની આપવીતી જણાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..