સાવરકુંડલામાં 50 વર્ષની મહિલા પર 4 નરાધમોએ આચર્યું સામુહિક દુષ્કર્મ, મહિલાનું અપહરણ કરી ખેતરમાં લઈ જઈ આખી રાત દેહ ચૂંથ્યો
સાવરકુંડલાના લીખાળા ગામમાં રહેતી એક પરપ્રાંતિય મહિલાને તેની ઓરડીમાંથી રાત્રિના સમયે 4 પરપ્રાંતિય શખ્સો ઉપાડીને ખેતરમાં લઈ ગયા બાદ તમામ નરાધમોએ સામૂહીક રીતે બળાત્કાર ગુજારતા ખળભળાટ મચી ગયો છે. પોલીસ દ્વારા આ તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
આ અંગે સાવરકુંડલા પોલીસ મથકે ભોગ બનેલી મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, મૂળ મધ્ય પ્રદેશના વતની એવા 50 વર્ષીય આધેડ મહિલા એક ખેતરમાં બનાવાયેલી પોતાની ઓરડીમાં તા.11ના રાત્રિના સમયે સૂતા હતા.
આ દરમિયાન રાત્રિના 9 વાગ્યાના અરસામાં વિક્રમ ભીલ, સંદિપ ભીલ, રાજુ ડામોર અને વજેરામ ઉર્ફે ભુરો ડામોર (ચારેય રહે. મૂળ મધ્ય પ્રદેશ અને હાલ લીખાળા ગામની સીમ તા. સાવરકુંડલા) વાળા મહિલાની ઓરડીમાં આવ્યા હતા અને દરવાજો ખખડાવતા મહિલાએ દરવાજો ખોલ્યો હતો. જે બાદમાં ચારેય નરાધમોએ મહિલાને ખેંચીને પરાણે અપહરણ કર્યું હતું અને આરોપી વિક્રમે ભાગવી રાખેલી વાડીમાં લઈ ગયા હતા. રાતના 9થી વહેલી સવારના 5 વાગ્યા સુધીના સમયમાં 4 આરોપીઓએ સામૂહિક રીતે મહિલાને માર મારીને બળજબરી પૂર્વક તેના દેહને ચૂંથ્યો હતો અને પોતાની હવસ સંતોષી હતી.
આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. મહિલાની મદદની ચીસો સાંભળનારું કોઈ નહોતું. ચારેય આરોપીઓએ મહિલાને ઓરડીમાંથી ઊઠાવીને બીજી વાડીમાં લઈ ગયા હતા. સામાન્ય રીતે દિવસના સમયે કોઈ ઘટના બને તો આસપાસમાં અન્ય ખેતરોમાં ખેડૂતો તુરંત જ મદદ માટે પહોચી જતા હોય છે. પણ રાત્રે વાડી સુમસામ હોવાથી મદદ માટે મહિલાએ પાડેલી ચીસો કોઈને સંભળાઈ નહોતી અને નરાધમો આખીરાત મહિલાના દેહને પીંખતા રહ્યાં હતાં.
રેપ અથવા દુષ્કર્મની સજા?
ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 375 મુજબ, જો કોઈ વ્યક્તિ સ્ત્રીની ઇચ્છા વિરુદ્ધ અથવા તેની સંમતિ વગર સેક્સ કરે છે, તો તેને રેપ અથવા દુષ્કર્મ કહેવામાં આવે છે. જો જાતીય સંભોગ માટે સંમતિ સ્ત્રીના મૃત્યુ, તેને નુકસાન પહોંચાડવાની અથવા તેના નજીકના કોઈ વ્યક્તિ સાથે આવું કરવાના ભયથી મેળવવામાં આવે તો તે દુષ્કર્મ કહેવાય .આ સિવાય યુવતીની ઉંમર 16 વર્ષથી ઓછી હોવા પર તેની મર્જી અને સહમતિ ઉપરાંત યોન સંબંધ રેપ કહેવાશે. ધારા 376 હેઠળ દુષ્કર્મના કેસમાં મહત્તમ આજીવન કેદ અને મૃત્યુદંડ સુધીની જોગવાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..