મહેસાણાના ગીલોસણ ગામના સરપંચે પરવાનગી ચિઠ્ઠી આપવા માટે 4 લાખ માંગ્યા, ACBએ એક લાખ લેતા રંગેહાથ ઝડપી લીધો
મહેસાણા જિલ્લામાં લાંચિયા અધિકારીઓ બેફામ બન્યા છે, ત્યારે અરજદારો પાસેથી કામ કરાવવા મામલે મોટી રકમ વસુલાતી હોવાનું પણ સામે આવી રહ્યું છે. જેને પગલે મહેસાણા ACBની ટીમ દ્વારા ગીલોસણ ગામના સરપંચને રૂપિયા એક લાખની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
મહેસાણા જિલ્લામાં આવેલા ગીલોસણ ગામમાં એક નાગરિકે ઔધોગિક પ્લોટિંગ કર્યું હતું, જેના બાંધકામ માટે ફરિયાદીએ સરપંચ પાસે પરવાનગી ચિઠ્ઠી લેવા ગીલોસણ ગ્રામ પંચાયતમાં અરજી કરી હતી.
જો કે બાંધકામ અંગે પરવાનગી ચિઠ્ઠી આપવા મામલે ગીલોસણ ગામના સરપંચ ભીખુમિયા ગાંડા લાલ અલીમીયાએ ફરિયાદી પાસે રૂપિયા 4 લાખની લાંચ માગી હતી. જો કે આરોપી સરપંચે અગાઉ પણ આ મામલે પચાસ હજાર રૂપિયાનો તોડ કર્યો હતો અને બાકી રહેલી રકમની માંગણી ચાલુ રાખી હતી.
આ સમગ્ર મામલે ફરિયાદીએ મહેસાણા ACBમાં જાણ કરી હતી અને આરોપી સરપંચને પરવાનગી ચિઠ્ઠી મેળવવા અને એક લાખ રૂપિયા આપવા માટે મહેસાણા મોઢેરા રોડ પર આવેલી ગ્રીન પાર્ક સોસાયટી પાસેના પૂનમ પાર્લર પર બોલાવ્યો હતો. જ્યાં આરોપી સરપંચ લાંચના એક લાખ રૂપિયા લેવા પહોંચ્યો હતો. ત્યાં મહેસાણા ACBએ અગાઉથી જ છટકું ગોઠવ્યું હતું. જેમાં ફરિયાદી અને આરોપીની લાંચની રકમ અંગે ભારે રકઝક બાદ આરોપી સરપંચે એક લાખ રૂપિયા સ્વીકાર્યા હતા. જ્યાં સ્થળ પર જ મહેસાણા ACBએ સરપંચને રંગેહાથ ઝડપી લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..